આ કારણથી રાની મુખર્જીને સૈફને કહેવું પડેલું કે ‘કરીનાને મર્દની જેમ હેન્ડલ કરજે’ – આ હતું કારણ

મિત્રો, કરીના કપૂર અને સૈફ અલી ખાન એવા કપલ્સ્માથી એક કપલ છે કે, જેમના સંબંધમા લાગણીઓ સાથે વસ્તુઓ ને લઈને વ્યવહારિક અભિગમ પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. જો બંને વચ્ચે પ્રેમ ની સાથે એક પરસ્પર મજબૂત સમજ પણ છે. આ જ કારણ છે કે, ઘણા યુગલો આ સ્ટાર કપલ ને પોતાના આઈડલ માને છે. જો કે, આ સંબંધ ને મજબુત બનાવવામા રાની મુખર્જીની સલાહ ખુબ જ ઉપયોગી સાબિત થઇ, જે તેમણે વર્ષો પહેલા સૈફને આપી હતી. આ સલાહ શુ હતી?ચાલો જાણીએ

એક પુરુષ સાથે સંબંધમા છો તેવી માનસિકતા રાખજે :

Image Credit

જ્યારે સૈફ અલી ખાન તેની પત્ની સાથે એક શો મા પહોંચ્યો હતો, ત્યારે તેને તેના સંબંધ વિશે પૂછપરછ કરવામા આવી હતી. આ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે, જ્યારે તે કરીના ને ડેટ કરી રહ્યો હતો ત્યારે રાણી મુખર્જીએ તેમને એક ખુબ જ સારી સલાહ આપી. સૈફે કહ્યું હતું કે, તેમની સહ-અભિનેત્રીએ તેમને જણાવ્યુ હતુ કે, તેઓ કરીના ને એક પુરુષની જેમ ટ્રીટ કરે, જેનો અર્થ એવો થાય છે કે, તે તેને પોતાની સમાન સમજે અને ક્યારેય સંબંધોમા જેન્ડર ને હાવી ના થવા દે.

સલાહ છે ઉપયોગી :

Image Credit

આજના યુગમા છોકરીઓ ઘરથી લઈને ઓફિસ સુધીની જવાબદારીઓ એકલી સંભાળવામાં સક્ષમ છે. એવામા તે એક એવા જીવનસાથીની શોધમા હોય છે, જે તેમને પ્રેમ અને ટેકો આપશે પરંતુ, તેમના પર હાવી થવાનો પ્રયાસ ના કરે અને ના તો જેન્ડર ના ભેદભાવ ના કારણે તેમની પાસે તેમની ઈચ્છા વિરુદ્ધ ની કોઈ અપેક્ષા રાખે. કરીના અને સૈફે આ બાબતોને તેમના સંબંધથી દૂર રાખી છે. તેમણે જણાવ્યુ હતુ કે, તેમના સંબંધમાં જવાબદારી જેન્ડર ના આધાર નહિ પરંતુ, આ કાર્ય કોણ વધુ સારી રીતે પૂર્ણ કરી શકે તેના આધાર પર નક્કી કરવામા આવે છે.

પરસ્પર આદર છે મહત્વપૂર્ણ :

Image Credit

આ જ વાતચીત દરમિયાન સૈફે એ પણ ભાર મૂક્યો હતો કે રિલેશનશિપમાં રહેતી વખતે દંપતીએ ક્યારેય પણ એકબીજાનુ અપમાન ના કરવુ જોઈએ. તે માને છે કે, સલાહ ખૂબ જ ઉપયોગી છે. લોકો હંમેશાં સંબંધમાં પ્રેમની શોધ કરે છે પરંતુ, પ્રેમની સાથે આત્મ-સન્માન હોવુ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો યુગલો એકબીજાને આદર અને માન-સન્માન આપે છે, તો તેમની વચ્ચે ક્યારેય એવી તણાવજનક સ્થિતિ ઉભી થશે નહી કે, જે તેમને દુ:ખ પહોંચાડશે.

સંબંધોમા પ્રામાણિકતા રાખવી :

Image Credit

સૈફ અલી ખાનના મતે રિલેશનશિપમાં પ્રામાણિકતા ખૂબ જ મહત્વની છે. જીવનસાથી પ્રત્યે વફાદાર રહેવુ એ જ સંબંધનો પાયો મજબૂત બનાવે છે. જો દંપતીમાંથી કોઈપણ એક વિશ્વાસઘાત કરે છે, તો સંબંધ ફરી ક્યારેય મજબુત બનતો નથી. માની લો કે, વિશ્વાસઘાત કરનાર જીવનસાથી ને માફ પણ કરી દેવામા આવે તો પણ તે વિશ્વાસ ફરીથી સ્થાપિત થઈ શકતો નથી. આ પરિસ્થિતિ તેમની વચ્ચે એટલું અંતર લાવે છે કે દંપતીએ અલગ થવાનો નિર્ણય પણ લેવો પડે છે.

મિત્રો જો તમને આ આર્ટીકલ સારો લાગે તો આગળ શેર કરજો…!!

Leave a Reply