નવાઝુદ્દીન સિદ્દિકીએ ખોલી બૉલીવુડની પોલ, કહ્યું મને એકપણ કાળી અભિનેત્રી બતાવો અને..

19 મે 1976 ના દિવસે જન્મેલ નવાઝુદ્દીન સિદ્દિકીએ મુજફફરપુરથી આવેલ બૉલીવુડના એક ખૂબ જ ફેમસ અભિનેતા બની ગયા છે. તેમણે આ બધુ તેમની મહેનત અને હિમતથી મેળવ્યું છે.

તમને જણાવી દઈએ કે તેઓ પોતાની ફિલ્મો માટે તો ઓળખાય જ છે સાથે સાથે તે પોતાના નિવેદનો માટે પણ ઓળખાય છે. તેઓ કોઈનાથી પણ ડર્યા વગર તેમને જે કહેવું હોય એ કહી જ રહે છે. હમણાં જ તેમણે નેપોટીઝમને લઈને વાતચીત કરી હતી. ચાલો તમને જણાવીએ શું છે તેમનું કહેવું.

nawazuddin siddiqui

નેપોટીઝમ એ બૉલીવુડનો બહુ જૂનો અને ચર્ચિત ઉદડો છે. બૉલીવુડના ઘણા સ્ટાર્સ આ મુદ્દે વાત કરી ચૂક્યા છે. હવે નવાજએ પણ પોતાનું નિવેદન જણાવ્યું છે. એક ટીવી કાર્યક્રમ દરમિયાન તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે રાજનીતિમાં તો પરિવારવાદ છે જ પણ બૉલીવુડમાં નેપોટીઝમને લઈને પણ વાતો થાય છે. શું બૉલીવુડમાં છે નેપોટીઝમ?

nawazuddin siddiqui

તેના જવાબમાં નવાઝુદ્દીને કહ્યું કે, બોલિવૂડમાં નેપોટિઝમ છે. તેની સાથે બોલિવૂડમાં પણ જાતિવાદ છે. મને એક સુપરસ્ટાર અભિનેત્રીનું નામ કહો જે કાળી છે. હું એક્ટર છું પણ બ્લેક સુપરસ્ટાર એક્ટ્રેસનું નામ છે. શું કાળા લોકો સારી રીતે કામ કરી શકતા નથી? જાતિવાદ માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નથી પણ સમાજમાં પણ છે.”

nawazuddin siddiqui

એક ઉદાહરણ જણાવતા તે કહે છે કે, ‘મારી નાનીની બે દીકરીઓ હતી, એક કાળી અને એક ગોરી હતી. જ્યારે ગોરી છોકરી કોઈ મજાક કરે તો લોકો તેના વખાણ કરતાં અને જ્યારે એ જ કામ કાળી દીકરી કરતી તો તેને ચૂપ કરાવી દેવામાં આવતી હતી તેને કહેવામાં આવતું હતું કે ચૂપ થઈ જઆ ડાયન.’ તો આવું જ આપણી સોસાયટીમાં પણ અને બૉલીવુડમાં પણ છે. એટલે જ હું પૂછી રહ્યો છું કે એક પણ અભિનેત્રી એવી બતાવો જે કાળી હોય.’

nawazuddin siddiqui

તમને જણાવી દઈએ કે, નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના કરિયરની શરૂઆત અભિનેતા આમિર ખાન સાથે ફિલ્મ ‘સરફરોશ’ દ્વારા કરી હતી. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

nawazuddin siddiqui

આ પછી તેને ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’માં કામ કરવાની તક મળી અને આ ફિલ્મ તેના કરિયરની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ. આ પછી નવાઝુદ્દીનને બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોની ઓફર થઈ અને આજે પણ તે ફિલ્મી દુનિયામાં સક્રિય છે.