ટીવીની લાડકી વહુ પોતાના પતિની ગેરહાજરીમાં કરે છે શું કામ,,, તેનો સામે આવ્યો વીડિયો

ટીવીની લાડકી વહુ અને ઘરે ઘરમાં જેને પસંદ કરવામાં આવે છે તેવી શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે સોશિયલ મીડિયા પર કંઈકને કંઈ શેર કરતી રહે છે. તેની શેર કરેલી પોસ્ટને ફેન્સ ખુબ લાઈક કરે છે. તે પણ પોતાના લગ્નથી લઈ પોતાના પતિ રાહુલ નાગિલ સાથેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

લોકોને શ્રદ્ધા અને રાહુલની જોડી ખૂબ ગમે છે. તેઓ કપલ માટે નવા નવા ગોલ સેટ કરે છે. તાજેતરમાં જ શ્રદ્ધાએ ઈંસ્ટાગ્રામ પર એવા ફોટો અને વીડિયો શેર કર્યા છે જેને જોઈ લોકો ખુશ છે. જણાવી દઈએ કે શ્રદ્ધાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું છેકે જ્યારે તેનો પતિ ઘરે નથી હોતો ત્યારે તે કેવી રીતે તેનો સમય પસાર કરે છે.

એટલું જ નહીં શ્રદ્ધાએ એ પણ જણાવ્યું કે તે પોતાના પતિની ઊંચી હાઈટનો ફાયદો પણ ઉઠાવે છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા આ વીડિયોમાં શ્રદ્ધા પોતાના પતિને કહે છે કે કિચનના ઉપરના ભાગમાંથી ડબ્બા ઉતારી આપે. જ્યારે શ્રદ્ધાનો પતિ ઘરે નથી હોતો ત્યારે તે પોતે જ શેલ્પ પર ઊભી થઈને આ કામ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

ઈંસ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોમાં શ્રદ્ધાએ મજેદાર કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું છે, હે હે હે… હું આવી શા માટે છું…

જણાવી દઈએ કે લગ્ન પછી શ્રદ્ધા પોતાાના પતિ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા જ શ્રદ્ધાએ તેના પતિનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જેની તસવીર પણ તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીર જોઈને ફેન્સ ખુશ છે. કારણ કે તેમાં તેમનો ખાસ બોન્ડ દેખાય છે.

જણાવી દઈએ કે 16 નવેમ્બરે શ્રદ્ધાએ પોતાના બોયફ્રેન્ડ રાહુલ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે આ લગ્નની ખબર શ્રદ્ધાના ફેન્સને પડી તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. કારણ કે લગ્ન સુધી કોઈને આ વાતની ખબર ન હતી. શ્રદ્ધાનો પતિ રાહુલ નેવી ઓફિસર છે.