એક સાથે જોવા મળ્યા કિયારા અડવાણી અને આમિર ખાન, દુલ્હનના અવતારમાં જોવા મળી અભિનેત્રી, જાણો…

ઘણીવાર ફિલ્મ સ્ટાર્સ કોઈને કોઈને કારણસર એક બીજાની સાથે જોવા મળતા રહે છે. બોલિૂડના પ્રખ્યાત અભિનેતા આમિર ખાન અને બોલિવૂડની ઉભરતી અભિનેત્રી કિયારા અડવાણી સાથે જોવા મળ્યા હતા, એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને પ્રખ્યાત કલાકારો એક શૂટિંગ માટે સાથે દેખાયા હતા.

બંને કલાકારોની ઘણા ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. ફોટાઓ ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો તરફથી એક પછી એક ઘણી કૉમેન્ટો આવી રહી છે. કિયારા દુલ્હનના અવતારમાં જોવા મળી હતી. તે દુલ્હન તરીકે ખૂબ જ સુંદર દેખાતી હતી. કિયારાએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પોતાનો ચહેરો માસ્કથી ઠાકી દીધો હતો.

કિયારા અડવાણી હાલમાં ઓગસ્ટ રીલિઝ થયેલી ફિલ્મ ‘શેર શાહ’ માં જોવા મળી હતી અને તેની કલાકારી જ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જે પાકિસ્તાન સાથે 1999 ના યુદ્ધમાં શહીદ થયા હતા. કિયારા અડવાણી ડિમ્પલ ચીમાના રોલમાં જોવા મળી હતી, જે વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ હતી. બંનેની કલાકારી જ સુંદર હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કિયારા અડવાણી ટૂંક સમયમાં ભૂલ ભુલૈયા 2, જુગ જુગ જીયોમાં જોવા મળશે. હાલમાં, આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.

આમિર ખાન વિશે વાત કરીએ તો, ભૂતકાળમાં, આમિર ખાન તેના અંગત જીવન વિશે સમાચારોમાં ઘણી વાત ચર્ચામાં હતો. આમિર ખાને તેની પત્ની કિરણ રાવથી છૂટાછેડા લીધા હતા. બંનેએ સંયુક્ત નિવેદન આપીને તેમના 15 વર્ષ જૂના લગ્ન તોડી નાખ્યા હતા. બંનેએ વર્ષ 2005 માં લગ્ન કર્યા હતા અને થોડા દિવસો પહેલા બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. જોકે બંનેએ કહ્યું હતું કે, તેઓ તેમના પુત્ર આઝાદ રાવ ખાનને સાથે ઉછેરશે.

ઉલ્લેખનીય છે કે, કિરણ રાવ આમિર ખાનની બીજી પત્ની છે. એના પહેલા આમિર ખાને વર્ષ 1986 માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા, પણ વર્ષ 2002 માં આ દંપતીએ છૂટાછેડા પણ લીધા હતા. બંનેને બે બાળકો હતા, એક પુત્રી જુનેદ ખાન અને એક પુત્રી આયરા ખાન.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન આગામી દિવસોમાં ફિલ્મ ‘લાલ સિંહ છઠ્ઠા’ માં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થશે એવું શક્યતા છે. તેની સાથે કરીના કપૂર ખાન આમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.