દીકરીની વિદાઇ અમિતાભ બચ્ચનને પણ વસમી પડેલી – કન્યાદાન વખતે રડી પડેલા – જુવો આલ્બમ
બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન તેની દીકરી ની ખુબ જ નજીક છે, તે શ્વેતા બચ્ચનને ખુબ જ પ્રેમ કરે છે અને અવારનવાર તેના લઈને પોસ્ટ પણ કરતા રહે છે. એટલું જ નહિ પરંતુ પ્રોપર્ટી માંથી પણ તેની દીકરીને ભાગ આપ્યો છે. જણાવી દઈએ કે પરિવારમાં બધા બોલીવુડમાં હોવા છતાં શ્વેતાએ ૨૧ વર્ષે જ લગ્ન કરી લીધા હતા.

શ્વેતાએ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો જ નથી તેને પહેલે થી જ અભિનય થી નર્વસ મહેસુસ થતું હતું, તેથી તે અભિનય માં આવવા માંગતી ન હતી. ૨૧ વર્ષે તે ઉદ્યોગપતિ નીખીલ નંદાના પ્રેમ માં પડી અને તેની સાથે લગ્ન કરી લીધા.

શ્વેતાના અને નીખીલના લગ્ન ૧૯૯૭ માં થયા હતા જણાવી દઈએ કે નીખીલ દુલ્હીના ફેમસ ઉદ્યોગપતિ રાજાન નંદા અને રાજ કપૂર ની દીકરી રીના નો પુત્ર છે. શ્વેતાના લગ્ન ખુબ જ શાનદાર અને ધામધૂમ થી કરવામાં આવ્યા હતા. જેમાં ઘણા જાણીતા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા.

લગ્ન ખુબ જ ધામધૂમ થી થયા અને ખુબ જ ચર્ચાઓ પણ થઇ હતી. અમિતાભ અને જયાની કન્યાદાન ની તસ્વીર પણ ખુબ જ વાઈરલ થઇ હતી. જણાવી દઈએ કે શ્વેતા ના લગ્નમાં અમિતાભ ના માતા પિતા પણ હાજર હતા.

કન્યાદાન તેમજ વિદાઈ ની તસ્વીર પણ ખુબ જ વાઈરલ થઇ હતી. જેમાં શ્વેતા બચ્ચન અમિતાભ ના ગળે લગાવીને રડી પડી હતી. બીગ બી એ આ તસ્વીર પણ સોશિયલ મીડિયા માં શેર કરી હતી અને દુખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, જયારે દીકરી આપવી પડે ત્યારે પિતાને ખુબ જ દુખ થાય છે.

જણાવી દઈએ કે આ ભવ્ય લગ્ન ૪ દિવસ સુધી ચાલ્યા હતા. પહેલા દિવસે પીઠી અને બીજા દિવસ મહેંદી સેરેમની હતી. આ દરમિયાન શ્વેતા સફેદ લહેંગા માં ખુબ જ સુંદર લાગી રહી હતી.

સંગીત સેરેમની પણ ચર્ચામાં હતી, જેમાં શ્વેતા ક્રીમ લહેંગા માં ખુબ જ સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે અમિતાભે સંગીત સેરેમની માં શ્વેતા સાથે ડાન્સ પણ કરેલો.

શ્વેતા નો ભાઈ અભિષેક પણ ખુબ જ સારી રીતે તૈયાર થયો હતો અને તેને પણ ખુબ જ ડાન્સ કર્યો હતો.

લગ્ન સમયે વધુ તસ્વીરો બહાર આવી ન હતી પરંતુ ફેમસ ડિઝાઈનર અબુ જાની સંદીપે વર્ષ ૨૦૧૮ માં ઘણીબધી તસ્વીરો શેર કરી હતી.

સંદીપે આ તસ્વીરો શેર કરતા કહ્યું કે મેં પહેલી વખત કોઈ સેલીબ્રીટીનું કામ કર્યું છે. તેમજ તેને આના માટે બચ્ચન પરિવાર નો આભાર પણ માન્યો હતો.

જણાવી દઈએ કે ફેમસ ડિઝાઈનર સંદીપે શ્વેતા અને નીખીલ સહીત પુરા બચ્ચન પરિવાર ના કપડા ડીઝાઈન કર્યા હતા અને હોમ ડેકોરેશન પણ તેમને જ કર્યું હતું.
મિત્રો જો તમને આ લેખ સારો લાગે તો આગળ શેર કરવાનું ભૂલતા નહિ…