દુબઈના સૌથી મોંઘા ઘરના માલિક છે મુકેશ અંબાણી, 10 બેડરૂમ વાળો વિલા અંદરથી જોવા જેવો…

અંગત માહિતી અનુસાર જાણવા મળે છે કે ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ દુબઈમાં સૌથી મોઢા ઘરની ગુપ્ત ડીલ કરી છે. જો કે કંપની કે અંબાણી પરિવાર તરફથી આ વાત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. એવું પણ જાણવા મળ્યું છે કે મુકેશ ભાઈ અંબાણીએ આ ઘર તેના પુત્ર માટે ખરીદ્યું છે.

Image Credit

જણાવી દઈએ ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણીએ દુબઈમાં ૮૦ મિલિયન ડોલરનો વૈભવી વિલા ખરીદ્યો છે જે દરિયા કાઠે છે જેથી તેનો લૂક ખુબ જ જોરદાર લાગે છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ ડીલ દુબઈની સૌથી મોંઘી છે.  અંબાણીએ ખરીદેલા આ વૈભવી વિલામાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે.

Image Credit

જાણવા મળ્યું છે કે અંબાણીએ જ્યાં ઘર ખરીદ્યું છે ત્યાં શાહરૂખ ખાનનું પણ ઘર આવેલું છે તેમજ બ્રિટીશ ફૂટબોલર ડેવિડ બેકહામ અને તેની પત્ની વિક્ટોરિયા પણ તેમના નવા પાડોશી બની ગયા છે.

Image Credit

તમે પણ જાણતા જ હસો કે દુબઈ લકઝરી લાઈફસ્ટાઈલ માટે ખુબ જ જાણીતું છે. દુબઈમાં દુનિયાની દરેક લકઝરી સુવીધારો ઉપલબ્દ છે. એવામાં કરોડપતિઓ રહેવા માટે દુબઈ પહેલી પસંદ બની ગયું છે. પોશ હોટેલ્સ, લકઝરીયસ સ્પા, લકઝરી એપાર્ટમેન્ટ બધું જ દુબઈમાં છે.

Image Credit

હાલમાં મુકેશ અંબાણી દુનિયાના સૌથી 11માં અમીર વ્યક્તિ છે. અને તે પોતાનો બિઝનેસ ધીરે ધીરે બાળકોને હસ્તક કરી રહ્યા છે. હાલમાં તે વિદેશમાં વધુ રોકાણ પર ભાર આપી રહ્યા છે. થોડા સમય પહેલા જ તેને યુકેમાં પણ અબજો રૂપિયાનું રોકાણ કર્યું હતું. જો કે હાલમાં તો અંબાણી પરીવાર મુંબઈમાં રહે છે.