ક્યાં ગઈ માણસાઈ? નાની એવી ટક્કરમાં મહિલાએ રીક્ષા ચાલકને જીક્યા ૧૭ ફડાકા – જુઓ વિડીઓ

આમ તો મીડિયા પર લોકો માણસાઈ અને દયાભાવની વાતો કરતા હોય છે. પરંતુ રીઅલ લાઈફમાં તેનાથી એકદમ અલગ જ હોય છે. આજકાલ લોકોમાં સહન શક્તિ દિવસે દિવસે ઓછી થતી જાય છે. નાની એવી બાબતમાં લોકો મોટો ઝગડો ચાલુ કરી બેસે છે. આવો જ એક વિડીઓ યુપી ના નોયડાથી સામે આવ્યો છે જેમાં એક મહિલા ગુસ્સામાં રીક્ષા ડ્રાઈવરને ફડાકે ફડાકે માર મારે છે.

Image Credit

જણાવી દઈએ કે મહિલાએ એક બે કે સાત આઠ નહિ પરંતુ એક જ મિનીટમાં ઈ-રીક્ષા ચાલને 17 ફડાકા જીકી લીધા. વાત જાણે એમ હતી કે મહિલાની કાર સાથે રીક્ષાની નાની અમથી ટક્કર લાગી હતી એવામાં તો મહિલાએ ચંડી રૂપ ધારણ કર્યું અને રીક્ષા ચાલકને મારી મારીને બેહાલ કરી નાખ્યો. ગાડીમાં ટક્કર લગતા જ રીક્ષા ડ્રાઈવરને રોક્યો અને માર મારવા લાગી.

Image Credit

આ હંગામો ચાલુ થતા જ લોકોની ભીડ અને ટ્રાફિક જામ થઇ ગયું હતું પરંતુ કોઈએ આ મહિલાને રોકી નહિ લોકો બસ જોતા જ રહ્યા. એવું પણ જોવા મળે છે કે મહિલાએ રીક્ષા ચાલકના પૈસા અને મોબાઈલ પણ લઇ લીધા હતા. એટલા લોકો ઉપસ્થિત હોવા છતાં કોઈએ મહિલાને રોકી નહિ કે કોઈ મહિલા સાથે કંઈ બોલ્યું નહિ એ જોવા જેવું હતું.

રીક્ષા ચાલનું નામ મિથુન ચૌધરી હતું અને તેને આ આખી ઘટના બાદ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે પણ ખાતરી આપી હતી કે ટ્વીટર પર વાઈરલ થતા આ વીડીઓમાં દેખાતો વ્યક્તિ તે જ છે જેને ફરિયાદ નોંધાવી છે. પોલીસે કિરણ નામની આ મહિલાની ધડ્પકડ પણ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.