ફક્ત રાડો પાડીને ‘હાહા.. હુહુ’ કરવા માટે અર્ચના પૂરણસીંઘને મળે છે અધધ આટલી તગડી રકમ – વાંચો એક એપિસોડનો ચાર્જ

મિત્રો, આજે ટેલીવિઝન ઉદ્યોગજગતમા ‘કપિલ શર્મા શો’ એ ખુબ જ પ્રખ્યાત શો બની ચુક્યો છે અને આ શો ની લોકપ્રિયતાનુ સૌથી મોટુ કારણ એ છે કે, ઘરના નાણા બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના તમામ લોકો તેને એકસાથે બેસીને જોઈ શકે છે અને એન્જોય કરી શકે છે અને આ એક શો ના આધારે આજે કપિલ પણ એક વિશ્વભરમા પોતાની એક વિશેષ ઓળખ બનાવવામા સફળ સાબિત થયો છે. આ શો પ્રખ્યાત થવા પાછળ કપિલની સાથે આ શો મા દેખાતા કલાકારો નો પણ મહત્વપૂર્ણ ફાળો છે

Image Credit

આ કોમેડી શો નો એક હિસ્સો અર્ચના પુરણ સિંહ પણ છે, જેમને ભાગ્યે જ કોઈ નહિ ઓળખતુ હોય. આ કોમેડી શો મા અર્ચના જજ તરીકે જોડાયેલી છે અને તે કપિલ અને અન્ય કો-એક્ટર્સ ના પંચ ડાયલોગ પર હાંસી ઉડાવે છે. અર્ચનાનુ હાસ્ય આ શો ના લેવલ ને એક અલગ જ સ્તર તરફ લઈ જાય છે અને એવા ઘણા દર્શકો છે કે જેને કપિલ ના સંવાદો કરતા અર્ચનાનુ હાસ્ય પ્રભાવિત લાગે છે.

Image Credit

ઘણીવાર એવુ જોવા મળે છે કે, જ્યારે પણ કપિલ કોઈ મજેદાર ચુટકૂલો કે કોઈ ફની ડાયલોગ બોલે છે ત્યારે અર્ચનાનુ હાસ્ય આખા શો ના સેટ ને ગુંજાવી મુકે છે અને આ શો દરમિયાન તેણીના હાસ્ય માટે જ તેને લાખો રૂપિયા ચુકવવામા આવે છે. બીજા ઘણા કલાકારોની તુલનામાં અર્ચના આજે તે ખૂબ જ પ્રખ્યાત છે.

Image Credit

કપિલ શર્મા શો મા હાજર થવા માટે ફી અર્ચના એક મોટી રકમ લે છે, જે લાખોમા છે અને એટલુ જ નહી તેઓ દરેક એપિસોડ માટે તે આટલી ફી વસુલે છે. અર્ચના આ શો અને કપિલના અન્ય કલાકારોના ઉત્સાહ માટે પણ જાણીતી છે પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે, અર્ચના માત્ર મોટેથી હસાવવા અને કેટલાક સંવાદો બોલવા માટે દસ લાખ રૂપિયા લે છે અને આ ફી તેના પર એપિસોડ લે છે.

Image Credit

આ પહેલા નવજોત સિંહ સિદ્ધુ શો મા જજ ની ખુરશી પર હાજર રહેતા હતા. જેની ફી અહેવાલમા વધુ જણાવાઈ હતી. અર્ચના દરેક એપિસોડ માટે દસ લાખ રૂપિયા લે છે તો નવજોત સિંહ સિદ્ધુ એક એપિસોડ કરવા માટે લગભગ પચ્ચીસ લાખ રૂપિયા વસૂલતો હતો અને જો જોવામા આવે તો તે સમયે પણ નવજોત સિંહ સિદ્ધુની ફી અર્ચના કરતા પણ ઘણી વધારે હતી અને તે સમયે જ્યાં સિદ્ધુ તેની શાયરી અને હાસ્ય માટે જાણીતા હતા.

Image Credit

જ્યારે અર્ચના આજે ફક્ત ખુરશીની સંભાળ લેતા જોવા મળી રહી છે. જો આપણે અર્ચના વિશે વાત કરીએ તો આજે તેની ઉંમર લગભગ ૫૮ વર્ષ થઈ ચુકી છે પરંતુ, મનોરંજન ના વિશ્વમા આજે પણ તેઓ પોતાની એક વિશેષ ઓળખ ધરાવે છે.

મિત્રો જો તમને આ આર્ટીકલ સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહિ…!!!

Leave a Reply