પિતા-પુત્રનો આ નાનકડો વિડીઓ તમારી આંખો ભીંજાવી દેશે – લાખો લોકો થયા ભાવુક….

પિતા અને પુત્રનો સંબંધ ખુબ જ ખાસ હોય છે. જીવનમાં એક પિતા જ હોય છે જે વિચારે છે કે દીકરો તેનાથી પણ વધુ આગળ જાય. દીકરા માટે પિતા હંમેશા છાયડો બનીને રહે છે. એવામાં પુત્ર પણ પ્રત્યે આદર ધરાવે છે. જો કે ઘણા પિતા પુત્ર વચ્ચે ભળતું ના હોય એવા પણ કિસ્સા પણ સામે આવે છે પરંતુ મોટા ભાગના પિતા પુત્રનો સંબંધ મજબુત જ હોય છે.

Image Credit

ખાસ કરીને આ સંબંધ ત્યારે વધુ મજબુત અને ભાવુક બને છે જયારે પિતા કે પુત્ર બંનેમાંથી એક બીમાર હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં પણ એક આવો જ વિડીઓ ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે જેમાં પિતા પુત્ર વચ્ચેનો મજબુત પ્રેમ સાફ નજરે આવી રહ્યો છે. આ વિડીઓ જોઇને તમારી આંખો ભીની જરૂર થઇ જશે. હોસ્પિટલમાં દાખલ પિતા પાસે બાળક તેના હાથમાં પ્રેમથી ચુંબન કરતો જોવા મળે છે, જે જોઇને તમે પણ ભાવુક થઇ જશો.

Image Credit

આ વાઈરલ વીડીઓમાં તમે જોઈ શકશો કે બીમાર પિતા હોસ્પિટલના બેડ પર સુતા છે જેની એક બાજુ તેમની પત્ની પણ જોવા મળે છે અને એક બાજુ માસુમ દીકરો તેના હાથમાં પ્રેમથી ચુંબન કરી રહ્યો છે. આ વિડીઓ લોકોને ખુબ જ ભાવુક કરી રહ્યો છે. આ વિડીઓ જોઇને પિતા પુત્રનો પ્રેમ સાફ નજરે આવે છે.

જણાવી દઈએ કે આ માસુમ બાળક અને પિતા વચ્ચેનો પ્રેમ દર્શાવતો વિડીઓ ટ્વીટરમાં વાઈરલ થઇ રહ્યો છે અને લોકો ભાવુક થઈને તેમાં કોમેન્ટો પણ કરી રહ્યા છે. હજારો લોકોએ આ વિડીઓ જોયો છે અને પસંદ પણ કર્યો છે. એવામાં એક યુઝર્સે કહ્યું કે, ‘એ લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે જેના પિતા તેની સાથે હોય છે. જગતમાં માં બાપ જેવું બીજું કોઈ નથી.’ તો મિત્રો જણાવો કે તમને કેવો લાગ્યો પિતા અને પુત્રનો આ ભાવુક વિડીઓ?