આ કારણે અમેરિકામાં RRR ફિલ્મ બતાવવામાં આવી અડધી જ, સોશિયલ મીડિયા પર લોકો કરી રાય છે ગુસ્સો.

સાઉથ ઇન્ડસ્ટ્રીના ફેમસ નિર્દેશક એસએસ રાજામૌલીની સૌથી વધુ રહ જોવાઈ રહી હતી એ ફિલ્મ ‘આરઆરઆર’ એ ફક્ત આપણાં દેશમાં જ નહીં પણ વિશ્વના અનેક સીનેમાઘરમાં પહોંચી ગઈ છે.

ફિલ્મે પહેલા જ દિવસે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. 25 માર્ચના દિવસે રીલીઝ થયેલ ફિલ્મ ‘આરઆરઆર’ની રીલીઝ ડેટ પહેલા પણ ઘણીવાર પોસ્ટપોન્ડ થઈ હતી. એવામાં ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત હતા, જેવી ફિલ્મ રીલીઝ થઈ કે બોક્સ ઓફિસ પર હલચલ મચી ગઈ હતી.

film rrr

ફિલ્મે પહેલા દિવસે જ લગભગ 223 કરોડની કમાણી કરી હતી. આવી સ્થિતિમાં આ ફિલ્મ સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. પરંતુ એક સિનેમા એવો છે કે જ્યાં ‘RRR’ માત્ર અડધી જ બતાવવામાં આવે છે અને તેને અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવે છે.

આવી સ્થિતિમાં ચાહકો સ્તબ્ધ થઈ ગયા અને જાણવાની કોશિશ કરી રહ્યા છે કે આવું કેમ કરવામાં આવ્યું? એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ સિનેમા સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ આવું કેમ કરવામાં આવ્યું?

rrr

અભિનેતા રામ ચરણ તેજા, જુનિયર એનટીઆર, અલીયા ભટ્ટ અને અજય દેવગન અભિનીત આ ફિલ્મ ‘આરઆરઆર’ એ અત્યાર સુધી 257 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. એવામાં આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે પણ અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના સીનેમાર્ક થિએટરમાં આ ફિલ્મનો પહેલી ભાગ બતાવવામાં આવ્યો છે,

જેનાથી ચાહકો ખૂબ દુખી થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ચાહકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકોને આ 3 કલાક અને 1 મિનિટની ફિલ્મને અડધે જ છોડી દેવી પડી હતી. લોકો ખૂબ ગુસ્સામાં છે.

junior ntr

તમને જણાવી દઈએ કે, પ્રખ્યાત વિવેચક અનુપમા ચોપરાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી અને તેણે જણાવ્યું હતું કે તે આ થિયેટરમાં RRR જોવા ગઈ હતી પરંતુ કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે ફિલ્મનો ફર્સ્ટ હાફ જ બતાવવામાં આવ્યો હતો.

અનુપમાએ પોતાની ટવીટમાં લખ્યું હતું કે, ‘પહેલીવાર આવું કશી થયું છે. RRR જોવા માટે નોર્થ હોલીવુડના સિનેમાર્કમાં ગઈ. ફર્સ્ટ હાફ જોયું, પણ બીજું નહીં. કેમ કે થિયેટરમાં તેને બતાવવામાં આવ્યું નહીં.

લાગે છે મેનેજરને આ ઇન્સ્ટ્રક્શન નહોતા મળ્યા કે આ ફિલ્મમાં હજી પણ ઘણું બાકી છે. એવામાં ટેકનિકલ ઇશ્યૂને કારણે ફિલ્મનો બીજો ભાગ નથી જોઈ શકાતો.’ બીજી બાજુ મેનેજરનું કહેવું છે કે તેને એવા નિર્દેશ નથી મળ્યા કે ફિલ્મ હજી પણ બાકી છે. આ કારણે જ તેણે ફિલ્મ અડધી જ બતાવી.’

રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ દેશભરમાં 5000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. 500 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે તેલુગુ સિનેમામાં 120 કરોડ જ્યારે તમિલમાં 10 કરોડની કમાણી કરી હતી.

તેણે કન્નડમાં 14 કરોડ અને મલયાલમમાં 4 કરોડની કમાણી કરી હતી. આ સિવાય તેણે હિન્દીમાં 25 કરોડની કમાણી કરી હતી. આવી સ્થિતિમાં ફિલ્મે લગભગ 257 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.