‘માતા બીમાર છે’ એવું કહીને પત્ની થઈ ગઈ ફરાર, હકીકત જાણી વરરાજાના પગ નીચેથી ખસી ગઈ જમીન.

મધ્ય પ્રદેશમાં લુંટેરી દુલ્હનનો આતંક હદ બહાર જઈ રહ્યો છે. હમણાં જ સામે આવેલ એક કિસ્સા માં એક લુંટેરી દુલ્હનએ એક એવો પ્લાન પાર પાડ્યો છે કે તે જાણીને વરરાજાના હોશ ઊડી ગયા છે. તે પોતાની બીમાર માતાને લઈને બહાનું કરીને દવાખાન પહોંચી હતી. વરરાજા બહાર તેની રાહ જોઈ રહ્યો હતો એટલે તે બહાર ઊભો હતો.

વરરાજા પણ બહાર પત્નીની રાહ જોતો રહ્યો. રાહ જોતા કલાકો વીતી ગયા ત્યારે તે પોતાની જાતને રોકી શક્યો નહિ. તેણે હોસ્પિટલની અંદર તેની પત્નીને શોધવાનું શરૂ કર્યું. ઘણી શોધખોળ બાદ પણ જ્યારે તે ન મળી તો તેને સત્યની ખબર પડી. દુલ્હનની હકીકતની જાણ થતા તેના હોશ ઉડી ગયા હતા. હાલ મામલો પોલીસમાં છે.

પોલીસ જણાવે છે કે કિસ્સો છૈગાવમાખન એરિયાનો છે. અહિયાંના કોલાડીટ ગામના રહેવાસી ડૂલીચંદ મરચાંનો વેપારી છે. તેની ઓળખાણ વિલાસ નામના વ્યક્તિ સાથે થાય છે. બંનેની વાતચીતમાં વિલાસએ તેને એક ઓળખીતી યુવતી વિષે જણાવે છે એ લગ્ન કરવા માંગતી હતો. તે ડૂલીચંદએ પણ પોતાના ગામમાં એક યુવક વિષે જણાવ્યું હતું.

જ્યારે તે ગામ પહોંચે છે તો તે ગામના જ બહાદુર સિંહ પાસેથી તે યુવક અંતર સિંહના લગ્નની વાત કરે છે. તેણે જણાવ્યું કે પરવાડામાં એક ગરીબ પરિવાર રહે છે જે લગ્ન માટે યુવક શોધી રહ્યા છે. જો કે તેને જણાવ્યું કે તેમને એક લાખ રૂપિયા જોઈએ છે ત્યારે જ તેઓ લગન કરવા તૈયાર થશે.

બહાદુર સિંહે યુવતીના પરિવારની આ શરત માની લીધી અને એક લાખ રૂપિયા આપવા તૈયાર થયા. આ પછી અંતર અને પૂજા નામની યુવતીએ લગ્ન કરી લીધા. લગ્ન બાદ શરત મુજબ એક લાખ રૂપિયા વિલાસને આપવામાં આવ્યા હતા. તે જ સમયે, અંતર સિંહે તેની પત્ની પૂજાને સોનાનો હાર પણ પહેરાવ્યો હતો.

બંનેના લગ્ન થઈ ગયા તો દુલ્હનની નાની દીકરી નેહા અને વિલાસ બંને પાછા જતાં રહે છે. લગભગ 10 દિવસ પછી નેહાનો ફોન તેના જીજાજી પર જાય છે. તે બહેન સાથે વાત કરવા માંગતી હોય છે. અંતર કારણ જાણવા માંગે છે તો તે કહે છે કે માતાની તબિયત બહુ ખરાબ છે. તે પૂજાને છેલ્લી વાર મળવા માંગે છે.

આ પછી અંતરે નેહાને પત્ની પૂજા વિશે વાત કરી અને તે રડવા લાગી. પૂજાએ કહ્યું કે તેની માતા ખૂબ જ બીમાર છે, તે છેલ્લા શ્વાસ લઈ રહી છે અને તે તેને મળવા માંગે છે. તેની વાત સાંભળીને અંતર પૂજાને હોસ્પિટલ લઈ જવા તૈયાર થઈ ગયો. તે પૂજાને લઈને ભુસાવલ હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં તેની માતાને દાખલ કરવામાં આવી રહી હતી.

પૂજા કોઈ બહાનેઠી અંતર સિંહને બહાર રોકી લે છે. તે પોતે માતાને મળીને જલ્દી પાછી આવશે એવું કહીને તે ચાલી જાય છે. કલાકો રાહ જોયા પછી તે પાછી આવી નહીં તો અંતર તેને શોધવા લાગે છે. તે ભાગી ગઈ હોય છે. પાછી જ્યારે પતિને બધી હકીકત સમજાય છે. અંતરએ આ કિસ્સામાં પત્ની પૂજા, નેહા વિલાસ અને ડૂલીચંદ વિરુધ્ધ કેસ નોંધાવ્યો છે.