વડોદરાના હરણીમાં આવેલ આ મંદિરમાં સાક્ષાત દર્શન આપે છે હનુમાનદાદા – માનવ સ્વરૂપે પૂજાય છે…
ગુજરાતમાં આમ તો ઘણા બધા હનુમાનજીના મંદિરો આવે છે. પરંતુ એક એવું મંદિર છે જ્યાં હનુમાનજી માનવના રૂપમાં સાક્ષાત દર્શન આપે છે. જી હા અમે વાત કરી રહ્યા છીએ વડોદરામાં આવેલા હરણી વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિર વિશે. લોકોનું માનવું છે કે ત્રેતા યુગથી હાલ સુધી અહીં હનુમાનજી સાક્ષાત દર્શન આપે છે.

વડોદરાના આ ભીડભંજન હનુમાનજીનો મહિમા જાણવા પણ ઘણા લોકો ઉત્સુક છે. જણાવી દઈએ કે વડોદરાના હરણી વિસ્તારમાં હનુમાનજીનું આ મંદિર આવેલું છે જ્યાં હનુમાનજી માનવ સ્વરૂપે સાક્ષાત પૂજાય છે. ભક્તોનું એવું માનવું છે કે આ મંદિરમાં આવતાની સાથે જ શાંતિનો અનુભવ થાય છે.

જો કે હનુમાનજીના લાખો હજારો મંદિર છે પરંતુ આ રીતે માનવસ્વરૂપે ક્યાય પણ હનુમાનજીના દર્શન થતા નહિ આ માત્ર એક જ એવી જગ્યા છે જ્યાં હનુમાનજી મહારાજ માનવ સ્વતુપે પૂજાય છે. આ મંદિરને ઐસ્તિહાસિક અને પૌરાણિક માનવામાં આવે છે.

ઘણા બધા ભક્યોનું કહેવું છે કે તેને ભીડભંજન હનુમાનજીના પરચાઓ પણ મળ્યા છે. અહીંના ભક્તોનું માનવું છે હનુમાનજીને તેલ ચડાવવાથી તમામ દુખો દુર થાય છે અને જીવનમાં શાંતિ મળે છે. એટલું જ નહિ અહીંના પુજારી પણ નવમી પેઠીથી આ મંદિરની સેવા પૂજા કરી રહી છે. અહીં દરેક તહેવારો પણ ધામધુમથી ઉજવવામાં આવે છે.