હવે એક તો પત્યો નથી ને બીજો આવ્યો કેસ, જાવેદ અખ્તરના માનહાનિના કેસમાં ખરાબ રીતે ફસાઈ કંગના…

જાવેદ અખ્તરે ગયા વર્ષે કંગના સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને આ કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કંગનાને હાજર રહેવા કહ્યું હતું. જોકે, કંગનાએ કોર્ટમાં હાજર રહેવાનો ઇનકાર કર્યો હતો.

આ કેસમાં તાજેતરનું અપડેટ આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, જો કંગના આગામી તારીખે કોર્ટમાં હાજર નહીં થાય, તો તેમની સામે વોરંટ ઇશ્યૂ કરવામાં આવી જશે, એટલે કે કંગનાને હવે કોઈપણ સંજોગોમાં કોર્ટમાં હાજર થવું જ પડશે.

કંગનાએ જાવેદ અખ્તર પર ઘણી વખત ટિપ્પણી કરી છે. જેમાં તેણે જાવેદ અખ્તર પર અનેક પ્રકારના આક્ષેપો કર્યા હતા. કંગના વતી કહેવામાં આવ્યું હતું કે જાવેદ અખ્તરે તેને ઘરે બોલાવીને ધમકી આપી હતી અને રિતિક રોશન વિરુદ્ધ કોઈ નિવેદન ન આપવા જણાવ્યું હતું. કંગનાના કહેવા પ્રમાણે, જ્યારે તે જાવેદ અખ્તરના ઘરે ગઈ હતી, તો તેણે કહ્યું કે, જો છોકરી તમને ઓળખતી નથી, તો પછી કયા લોકો સાથે ગડબડ કરે છે. કંગનાએ જાવેદ અખ્તર અને તેમની વચ્ચેની આ મુલાકાતનો ઘણી વખત ઉલ્લેખ કર્યો છે.

કંગના દ્વારા અવારનવાર કરવામાં આવી રહેલી ટિપ્પણીથી કંટાળીને જાવેદ અખ્તરે તેની વિરુદ્ધ કેસ નોંધવાનું કહ્યું હતું. કેસ નોંધાવતાં જાવેદ અખ્તરે કંગના પર તેના વિશે ખોટા નિવેદનો આપવાની અને તેની છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂક્યો છે. તેણે નવેમ્બર 2020 માં કંગના સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હોવાનું કહેવાય છે. આ પછી, મેજિસ્ટ્રેટે 1 માર્ચના રોજ કંગના વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. 25 માર્ચે કંગનાને જામીન મળી ગયા હતા, પણ આ કેસ હજુ શરૂ જ છે.

આ અગાઉ કંગનાએ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થવાથી કાયમી છૂટ મેળવવા માટેની અરજી કરી હતી. એડ્વોકેટ રિઝવાન સિદ્દીકી દ્વારા દાખલ કરેલી અરજીમાં કંગનાએ કહ્યું હતું કે તેણે પોતાની ફિલ્મ્સના શૂટિંગ માટે વિદેશની સાથે સાથે દેશમાં પણ જવાની જરૂર છે.

તેને નિયમિતપણે કોર્ટમાં હાજર રહેવા માટે દૂરદૂરથી મુંબઈ આવવું પડે છે. આને કારણે તે મુશ્કેલીમાં મુકાઈ જશે તેમ જ તે ફિલ્મો પ્રત્યેની પ્રતિબદ્ધતા પૂરી કરી શકશે નહીં. તેનાથી તેને અને પ્રોડક્શન હાઉસને ઘણું આર્થિક નુકસાન થશે. ગેરહાજરી કેસની કાર્યવાહીની દિશામાં આવશે નહીં અને તે તેના વકીલ દ્વારા રજૂ થશે.

ગયા મહિને કંગનાએ તેના પાસપોર્ટનું નવીકરણ શરૂ કર્યું હતું. ધાકડના શૂટિંગ માટે કંગના બુડાપેસ્ટ જવાની હતી, પણ તેમની સામે કેસ ચાલી રહ્યા હોવાથી તેમને પરવાનગી મળી ન હતી.