એક સફળ કંપની કેવી રીતે ઊભી કરવી ? રતન ટાટાએ જણાવ્યા 5 ગોલ્ડન રુલ્સ…

રતન ટાટાનું નામ તો તમે પણ સાંભળ્યું હશે. ઘણા લોકો તો તેને પોતાના પ્રેરણાસ્ત્રોત પણ માને છે. રસપ્રદ વાત એ છે કે તે બધા જ લોકોના પ્રિય છે. તેમના વિશે કદાચ જ કોઈ હશે જે ખરાબ વિચારે. તેનું કારણ છે કે તેમનું મન ખૂબ મોટું છે. તે લોકોની ચિંતા કરે છે.

તે અમીર હોય કે ગરીબ. રતન ટાટા લાઈફમાં 5 ગોલ્ડન રુલ્સને ફોલો કરે છે. આ રુલ્સને તમે પણ અપનાવી સફળ લીડર બની શકો છો.

1. કર્મચારીઓ સાથે ઊભા રહો

રતન ટાટા પોતાના કર્મચારીઓનો સાથ છોડતા નથી. તેમને દરેક સુખ-દુખમાં તે સાથ આપે છે. તેમનું માનવું છે કે પોતાના કર્મચારીઓ પ્રત્યે તેમની જવાબદારી છે. તેઓ તમારા માટે મહેનત કરે છે.

તેથી બિઝનેસ લીડર તરીકે તમારી ફરજ છે કે તમે તમારા શેર ધારકો તેમજ તમારા માટે કામ કરતાં લોકોનું ધ્યાન રાખો. તેમની સાથે હંમેશા ઊભા રહો. આ જ કારણ છે કે ટાટા ઈંડિયા કર્મચારીઓની પ્રિય કંપનીઓમાંથી એક છે.

2. દરેક કર્મચારીને ખાસ સમજો

કંપનીના મુશ્કેલ સમયમાં કર્મચારીઓ વધારે મહેનત કરે તે જરૂરી હોય છે. પરંતુ તેમના પર પ્રેશર આવવું જોઈએ નહીં. તે સ્વાભાવિક રીતે તેઓ કરે તે જરૂરી છે. તમારે કર્મચારીઓને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સાથ આપવો જોઈએ. તેમના દુખને પોતાનું દુખ સમજવું જોઈએ. દરેક ખાસ અને મહતવના માનવા જોઈએ.

કર્મચારીની શક્ય હોય એટલી મદદ કરવી જોઈએ. તેમને અનુભૂતિ કરાવવી જોઈએ કે તે કંપની માટે મહત્વના છે. ત્યારે જ કંપની પોતે મહેનત કરશે કંપનીને વધુ સારી રીતે આગળ વધારવા માટે. કર્મચારી અને કંપની એકજુટ રહે તે જરૂરી છે.

3. કર્મચારીની છટણી કરવી સમાધાન નથી

વૈશ્વિક મહામારી અને લોકડાઉન સમયે વડાપ્રધાન મોદીએ કંપનીઓને કંપનીઓની છટણી ન કરવા નિવેદન કર્યું હતું પરંતુ મોટાભાગની કંપનીઓએ નુકસાનના કારણે છટણી કરી હતી. રતન ટાટા કહે છે કે તમારે કર્મચારીઓ પ્રત્યે વફાદારી દેખાડવી જોઈએ. છટણી સમસ્યાનું સમાધાન નથી. તમારે તમારા કર્મચારીઓને સારી રીતે ટ્રીટ કરવા જોઈએ. કારણ કે તે વર્ષોથી તેની સેવા કંપનીને આપે છે.

4. પોતાને અપડેટ રાખો અને પ્રાસંગિક બનો

યુવા પેઢી સાથે તાલથી તાલ મિલાવીને ચાલવું દરેક કંપની માટે જરૂરી છે. તેમનું પ્રાસંગિક બનવું જરુરી છે. યુવા પ્રતિભાનો ઉપયોગ કરી કોઈપણ કંપની સફળ થી શકે છે.

રતન ટાટા યુવા પેઢીના ઉત્સાહનું કેન્દ્ર કહેછે. યુવાઓની એનર્જી તેમને પ્રેરિત કરેછે. તેનાથી તે સારું ફીલ કરે છે. તે યુવાઓ સાથે વધારે સમય પસાર કરે છે. આ સમયે તેપોતાને પણ વૃદ્ધ અનુભવતા નથી.

5. સહાનુભૂતિ જરૂરી છે

રતન ટાટાનું માનવું છે કે કંપનીએ પોતાના કર્મચારીઓ સાથે સહાનુભુતિપૂર્ણ સંબંધ રાખવા જોઈએ। જો કર્મચારી ખુશ રહેશે તો રિઝલ્ટ પણ સારું આવશે. તેમની પ્રોડક્ટિવિટી વધે છે. એક કડક બોસ અને અસ્વસ્થ કામના વાતાવરણના કારણે કર્મચારી જોબ છોડી દે છે. તેથી તેમને જોબ છોડવા પર મજબૂર ન કરો.