જયારે આ બૉલીવુડ સિંગરના 2 લગ્નની વાત બહાર આવેલી ત્યારે પહેલી પત્નીએ હોટેલમાં જે કરેલું એ વાંચવા જેવું છે
મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતમા એક થી એક ચડિયાતા કલાકારો છે કે, જે ઘણા વર્ષોથી આપણુ મનોરંજન કરી રહ્યા છે. આ કલાકારોમા એક એવા કલાકાર નો પણ સમાવેશ થાય છે કે, જેમણે પોતાના સુરીલા અવાજ થી સૌ કોઈને પોતાના દીવાના બનાવી દીધા છે. આ કલાકાર બીજુ કોઈ નથી પણ ઉદિત નારાયણ છે જેમણે અત્યાર સુધીમા સેંકડો સુપરહિટ ગીતો ગાયા છે અને ફિલ્મ ઉદ્યોગમાં ટોપ સિંગર્સની યાદીમાં તેમનુ નામ શામેલ છે.

૯૦ ના દાયકા દરમિયાન તેમના સુરીલા અવાજના કારણે દરેક વ્યક્તિ તેમને પોતાની ફિલ્મમા લેવા ઈચ્છુક હતા. તેમણે પહેલા ના સમયમા રોમાંટિક ગીતો ગાઈને બોલિવૂડ ફિલ્મજગતમા એક સારી એવી સ્ટારડમ મેળવી હતી. તેમની પ્રોફેશનલ લાઇફ ઉપરાંત તેમનુ અંગત જીવન પણ ખૂબ જ રોમાંચક રહ્યુ છે. તમારામાથી ખુબ જ ઓછા લોકોને ખ્યાલ હશે કે, તેમણે બે વખત લગ્ન કર્યા છે. તે પોતાના જમાના ના એક ખુબ જ રોમેન્ટિક વ્યક્તિ રહ્યા છે. તેમની પહેલી પત્નીનું નામ રંજના છે, જે બિહારમાં રહે છે.

મીડિયાના એક અહેવાલ મુજબ વર્ષ ૧૯૮૪ મા જ તેમના લગ્ન બિહારમા રંજના સાથે થયા હતા. જો કે, તેમના લગ્ન સમયે બોલિવૂડ ફિલ્મજગતમા તેમની એટલી નામના ના હતી. લગ્ન કર્યા બાદ તેમણે નેપાળી ફિલ્મોમા ગાયન અને અભિનય શરૂ કર્યો. જો કે, તેમને તેની વાસ્તવિક ઓળખ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી મળી. તેમના સંઘર્ષના સમય દરમિયાન જ તે મુંબઈના દીપા ગહતરાજ ને મળ્યા હતા.

દીપા એ નેપાળની નિવાસી હતી પરંતુ, તે મુંબઈ ના ફિલ્મસિટી નો ભાગ બનવાનો પ્રયત્ન કરી રહી હતી. આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમા પડ્યા અને વર્ષ ૧૯૮૫ મા ઉદિત નારાયણે દીપા સાથે લગ્ન કર્યા. દરેક વ્યક્તિએ જાહેરમા દીપાને જ તેમની પહેલી અને છેલ્લી પત્ની માને છે પરંતુ, વાસ્તવિકતા કઈક બીજી જ છે.

દીપા સાથે લગ્ન કર્યા બાદ ઉદિત નારાયણને ત્યા પુત્ર આદિત્ય નો જન્મ થયો હતો, જે પહેલા બાળ કલાકાર તરીકે અને હવે બોલિવૂડ ફિલ્મજગતના શ્રેષ્ઠ ગાયક કલાકાર તરીકે ઉભરી આવ્યો છે. વર્ષ ૨૦૦૬ મા ઉદિતના પહેલા લગ્નની વાત ત્યારે સામે આવી જ્યારે અચાનક તેની પહેલી પત્ની રંજના તેની શોધમાં તેની પાસે આવી પહોંચી. તે સમયે ઉદિત પટનાની એક હોટલમા રોકાયો હતો. અહી રંજના ને અંદર આવવા દેવામા આવતી નથી પરંતુ, તે બળજબરીથી તેના રૂમમા પ્રવેશ કરી હતી. આ ઘટનાએ ઉદિતને રાતોરાત હેડલાઇન્સમા લાવી દીધી હતી.

તે સમયે રંજના સમજી ગઈ હતી કે, ઉદિતે બીજા લગ્નની ગોઠવણ કરી હતી પરંતુ, ઉદિત લાંબા સમયથી આ વાત નો ઇનકાર કરી રહ્યો હતો અને કહેતો રહ્યો કે, રંજના તેની ઈમેજ ને બગાડવા માટે આ બધુ કહી રહી છે. ત્યારબાદ જ્યારે રંજનાએ દરવાજો ખટખટાવ્યો ત્યારે ઉદિતે બીજા લગ્નને સ્વીકાર્યો. આ પછી ઉદિત નારાયણે જણાવ્યુ હતુ કે, તે બીજી પત્ની સાથે રહેશે પરંતુ, પહેલી પત્નીની સંભાળની સંપૂર્ણ કાળજી લેશે.
મિત્રો જો તમને આ માહિતી સારી લાગે તો શેર કરવાનું ભૂલતા નહિ….!!