હવે કિન્નર પણ બનશે કોન્સ્ટેબલ અને પોલીસ અધિકારી, આ રાજ્યએ ઉઠાવ્યું મહત્વનું પગલું…

ટ્રાન્સ જેન્ડર અને કિન્નર એ આપણાં સમાજના એક અભિન્ન અંગ છે. જો કે તેમને અવારનવાર પોતાના અધિકાર માટે અનેક સંઘર્ષ કરવો પડતો હોય છે. નોકરી માટે પણ તેમની માટે બહુ ચાન્સ હોતા નથી. એક ખાસ જેન્ડર હોવાને લીધે લોકો તેમને નોકરી આપતા અચકાતા હોય છે.

જો કે હવે આ બધુ જલ્દી જ બદલાઈ જવાનું છે. ટ્રાન્સજેન્ડર અને કિન્નરને પોલીસમાં નોકરી આપવાનો એક સોનેરી અવસર આવી રહ્યો છે.

વાત એમ છે કે બિહાર રાજ્યએ પોતાના પ્રદેશના ટ્રાન્સજેન્ડર અને કિન્નરને પોલીસમાં પોતાની સેવ આપવાનો ચાન્સ આપ્યો છે. હવે તે બિહાર પોલીસમાં કોન્સ્ટેબલ કે ઓફિસર બની શકશે. સામાન્ય પ્રશાસન વિભાગએ આ બાબતે સંકલ્પ હજેર કર્યો છે. તેમણે કિન્નરો, ટ્રાન્સજેન્ડરને બિહાર પોલીસમાં સીધી ભરતી માટેનો રસ્તો ક્લિયર કરી દીધો છે.

હવે બિહાર પોલીસ માટે આવનાર કોન્સ્ટેબલ અને ઓફિસરની પરીક્ષામાં કિન્નર પણ બેસી શકશે. તે પણ હવે પોલીસ સ્ટેશનની ભાગદોડ પોતાના હાથમાં લઈ શકશે. આ નિર્ણય મુખ્ય સચિવની અધ્યક્ષતામાં થયેલ બેઠકમાં લીધો છે. આ બેઠકમાં ગૃહ સચિવ સેંથીલ કુમાર અને સામાન્ય વિભાગના મુખ્ય સચિવ ચેતન્ય પ્રસાદ, અપર સચિવ મહેન્દ્ર કુમાર પણ હાજર હતા.

કિન્નર અને ટ્રાન્સજેન્ડરને બિહાર પોલીસમાં કોન્સ્ટેબલ અને ઓફિસર માટે 500 પદ એક કિન્નરને નિયુક્ત કરવામાં આવશે. કિન્નર, ટ્રાન્સજેન્ડરને અનુસૂચિત 2 અંતર્ગત શામેલ કરવામાં આવ્યા છે. જો નિયુક્ત સમયે કોઈ યોગ્ય ટ્રાન્સજેન્ડર નહીં મળે તો આ પદ પછાતવર્ગના સામાન્ય ઉમેદવારને આપવામાં આવશે.

બિહાર પોલીસમાં પોતાની આગામી નિયુક્તિ પ્રક્રિયામાં 51 કિન્નરોની સીધી ભરતી થશે. તેમાં બિહાર પોલીસમાં સિપાહી માટે 41 પદ અને ઓફિસર માટે 10 પદ ટ્રાન્સજેન્ડર માટે આપવામાં આવશે. બિહાર પોલીસમાં ભરતી થવા માટે બધા ટ્રાન્સજેન્ડરએ પોતાનું સર્ટિફિકેટ આપવાનું રહેશે.

આ ભરતી માટે બધા અભ્યાસઅર્થીનું બિહારનું મૂળ રહેવાસી હોવું જરૂરી છે. આ પ્રક્રિયામાટે રહેઠાણનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે. આ દરમિયાન તેમણે શારીરિક દક્ષતાની પરીક્ષાના માપદંડ મહિલા અભ્યાર્થીઓ માટે સેમ રહેશે. 2011ની જનગણના પ્રમાણે બિહારમાં ટ્રાન્સજેન્ડરની સંખ્યા 41 હજારની આસપાસ છે.