‘જુમ્મા-ચુમ્મા’ ગર્લ તરીકે ઓળખાતી હતી એક સમયે, આજે જીવે છે આવું જીવન.

90ની દશકના દરમિયાન ઘણા ફિલ્મી સ્ટાર્સએ ફિલ્મી દુનિયામાં પગ માંડ્યા હતા. એમાંથી અમૂકને અહિયાં ઓળખાણ મળે છે તો અમુક લોકો અસફળ રહે છે. અમુક એવા પણ કલાકાર હતા જેમને એ સમયે સફળતા મળી હતી તેમ છતાં તેઓ ગુમનામી ભરેલું જીવન જીવી રહ્યા છે.

આ જ કલાકારમાંથી એક છે કિમી કાટકર, તેમણે પોતાના સુંદર અભિનય સાથે સાથે પોતાની સુંદરતાથી લાખો લોકોનું ડીલ જીતી લીધું.

કિમી કાટકરે તેમના સમયમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું, જેમાંથી કેટલીક ફિલ્મો સફળ સાબિત થઈ, જ્યારે કેટલીક અસફળ રહી. પરંતુ કિમી કાટકરે પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. હાલમાં કિમીએ ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું છે. જ્યારે તેની કારકિર્દી ટોચ પર હતી ત્યારે તેણે બોલિવૂડ છોડી દીધું હતું. તેની પાછળનું કારણ શું હતું? ચાલો જાણીએ.

કિમીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1985માં આવેલ ફિલ્મ ‘પત્થર દિલ’થી કરી હતી. આ દરમિયાન તેમની ઉમર ફક્ત 20 વર્ષ હતી. જો કે તેણે વર્ષ 1991માં આવેલ ફિલ્મ ‘એડવેન્ચર ઓફ ટારઝન’ થી ઘણી લોકપ્રિયતા મેળવી હતી એ પછી તેમને ટારજન ગર્લ તરીકે પણ ઓળખવામાં આવતી હતી.

આ જ વર્ષે કિમી કાટકરની ફિલ્મ ‘હમ’ આવી હતી. આ ફિલ્મમાં તેની અમિતાભ બચ્ચન સાથેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મથી કિમી કાટકરની કરિયરની શરૂઆત થઈ. તમને બધાને આ ફિલ્મનું જુમ્મા ચુમ્મા ગીત યાદ હશે. આજે પણ આ ગીત દરેકની જીભ પર છે અને લોકો આજે પણ તેના પર ડાન્સ કરતા જોવા મળે છે. આ ગીતથી કિમી કાટકરે લાખો લોકોના દિલ પર રાજ કર્યું.

કિમી કાટકરને આ ફિલ્મથી ઘણો ફાયદો થયો અને તેને ઘણી ફિલ્મોની ઑફર્સ મળી. કિમી કાટકરએ વર્દી, મર્દ કી ઝુબાન, મેરા લહુ, દારિયા દિલ, ઈરવાઈલ, જૈસી કરની વૈસી ભરની, શેરદિલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કિમી કાટકરની છેલ્લી ફિલ્મ ‘જુર્મ કી હુકુમત’ 1992માં રિલીઝ થઈ હતી અને ત્યાર બાદ તે ફિલ્મી દુનિયામાં જોવા મળી નહોતી.

તમને જણાવી દઈએ કે કિમી જેટલા સમય બૉલીવુડમાં રહે એ દરમિયાન તેમની છબી એક બિન્દાસ અભિનેત્રી તરીકેની હતી. 1992 પછી અચાનક જ તેણે બૉલીવુડને અલવિદા કહી દીધું. વાત એમ હતી કે કિમીએ અભિનેત્રીઓ સાથે થઈ રહેલ શોષણને આધાર બનાવીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની સ્ટાઈલ પસંદ નહોતી આવી રહી.

બોલિવૂડ છોડતા પહેલા કિમી કાટકરે કહ્યું હતું કે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કંટાળી ગઈ છું અને એક્ટિંગથી પણ કંટાળી ગઈ છું. કિમી કાટકરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓના શોષણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે અહીં સ્ત્રી સ્ટાર્સ કરતાં પુરુષ કલાકારોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ ભેદભાવના કારણે તે બોલિવૂડ છોડી રહી છે.

કિમી કાટકરે બોલિવૂડના જાણીતા ફોટોગ્રાફર અને પ્રોડ્યુસર શાંતનુ શૌરી સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ કિમી પોતાના પારિવારિક જીવનમાં ખૂબ વ્યસ્ત થઈ ગઈ હતી. તે એક પુત્રની માતા છે. લગ્ન બાદ કિમી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ ગઈ હતી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવાય છે કે હવે તે ગોવામાં તેના પરિવાર સાથે રહે છે.