અહિયાં ભગવાન મહાદેવ આવીને રમે છે ચિતાની ભસ્મથી હોળી, ભક્તોને આપે છે આશીર્વાદ.

હમણાં આખા દેશમાં હોળીનું વાતાવરણ છે. દેશના અલગ અલગ ભાગમાં હોળી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. પણ મોક્ષ નગરી કાશીની હોળી બધાથી અલગ અને અદ્ભુત અને કોઈએ ક્યારેય ના વિચારી હોય એવી ઉજવાય છે. વારાણસીમાં મહા શ્મશાન મણિકર્ણિકા ઘાટ પર મંગળવારએ મહાદેવએ પોતાના ગણ સાથે ચિત્તા ભસ્મ સાથે હોળી રમે છે.

મસાણની આ હોળી બનારસમાં ખૂબ ફેમસ છે. મણિકર્ણિકા ઘાટ પર શ્મશાન નાથ બાબાના શૃંગાર અને ભોગ પર્વની શરૂઆત થાય છે.

બાબા વિશ્વનાથની નગરીમાં મસાનની હોળી જોવા માટે વિદેશથી પણ લોકો આવતા હોય છે. અહિયાં હુરિયારોએ ચિતાની રાખથી હોળી રમી હતી.

દર વર્ષ રંગભરી એકાદશીના આગળના દિવસે મહાશ્મશાન મણિકર્ણિકા પર ચિતા ભસ્મથી હોળી થાય છે. પણ વાતાવરણ બનાવી રાખવા માટે રંગભરી એકાદશીના દિવસે હરિશ્ચંદ્ર ઘાટના શ્મશાન પર ચિતાની રાખથી હોળી રમીએ કાશીમાં ચિતા-ભસ્મની હોળીની શરૂઆત થાય છે.

આ દિવસે બનારસમાં રંગ-ગુલાલ રમવાની શરૂઆત થાય છે જે સતત છ દિવસ સુધી ચાલે છે.

માન્યતા છે કે મોક્ષની નગરી કાશીમાં ભગવાન શિવ પોતે તારક મંત્ર આપે છે. અહિયાં મૃત્યુ થવા પર ઉત્સવ બની જાય છે. હોળી પર ચિતાની ભસ્મને તેમના ગણ અબીલ અને ગુલાલને એકબીજાને અર્પિત કરે છે. સુખ, સમૃધ્ધિ, વૈભવ સાથે શિવની કૃપયા મેળવે છે. ભક્તોને બાબા સાથે મસાણની રાખથી હોળી રમે છે.

આ દરમિયાન મહાદેવનો જયઘોષ કરવામાં આવે છે. આ સાથે જ લોકો ડમરુ વગાડીને હોળીઉજવે છે. તમને જણાવી દઈએ કે મણિકર્ણિકા ઘાટ પર હજારો વર્ષોથી ચિતાઓ સળગતી રહે છે. મસાણની હોળીમાં જે રંગ વપરાય છે તેમાં હવનો અને ચિતાની રાખ વાપરવામાં આવતી હોય છે.

માનવામાં આવે છે કે બાબા વિશ્વનાથ રંગભરી એકાદશી ના દિવસે માતા પાર્વતી ગૌના કર્યા પછી પોતાના ગણો સાથે હોળી રમવા આવે છે પણ ભૂત-પ્રેત, પિશાચ વગેરે જીવ જંતુ સાથે નથી રમી શકતા.

એટલે તેઓ આગળના દિવસે બાબા મણિકર્ણિકા તીર્થ પર સ્નાન કરવા આવે છે અને ગણ સાથે ચિતાની ભસ્મથી હોળી રમે છે. માન્યતા પ્રમાણે દર વર્ષે અહિયાં ઘણા લોકો ચિતા ભસ્મની હોળી રમવામાં ભાગ લે છે.