આ છે સિગ્નેચરના પિતાજી, જીવનમાં ક્યારેય નહીં જોઈ હોય આવી સહી.

સહી એ કોઈપણ વ્યક્તિની ઓળખાણ હોય છે. ઘણા લોકોની સહી ખૂબ મુશ્કેલ હોય છે તો ઘણા લોકોની સહી બહુ સરળ હોય છે. અમુક લોકો સહીને થોડી મુશ્કેલ બનાવવા માટે પ્રયત્ન કરતાં હોય છે, જેથી કોઈ તેમની સહી કોપી કરી શકે નહીં. આ ચક્કરમાં આપણને ઘણીવાર એવી સહી જોવા મળતી હોય છે જે ખૂબ અજીબોગરીબ હોય છે. હમણાં સોશિયલ મીડિયા પર એક એવી જ સહી વાઇરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી સિગ્નેચર તસવીરની નકલ કરવી તો દૂર, કોઈ વ્યક્તિ તેની નકલ કરવાનું વિચારી પણ ન શકે. સામાન્ય રીતે ઘણા લોકો બીજાના હસ્તાક્ષરની નકલ કરીને છેતરપિંડીનો શિકાર બને છે, પરંતુ જો સહી ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના અધિકારી જેવી હોય તો કોઈ પણ છેતરપિંડી કરી શકે નહીં. આ અધિકારીઓ ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ઓર્થોપેડિક્સ વિભાગના રજિસ્ટ્રાર તરીકે કામ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે વાઇરલ થઈ રહીએલ આ સહી આ વ્યક્તિની છે. આ સહી જોઈને આ અધિકારીનું નામ શું છે તે જાણવું બહુ મુશ્કેલ જ નહીં પણ નામુમકીન છે. લોકો આ અધિકારીની સહીને સરળ રીતે સમજી શકતા નથી. અધિકારીની આ અલગ રીતની સહીનો હવે મજાક પણ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો હવે મીમ બનાવી રહ્યા છે.

આ તસવીર રમેશ નામના ટ્વિટર યુઝરે પોતાના એકાઉન્ટ પરથી શેર કરી છે. આ તસવીર 4 માર્ચ 2022ના રોજ શેર કરવામાં આવી હતી અને તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મેં ઘણા હસ્તાક્ષર જોયા છે પરંતુ આ સૌથી શ્રેષ્ઠ છે.’

આ હસ્તાક્ષર જોઈને તમે એક ક્ષણ માટે પણ ચોંકી ગયા હશો. કેટલાક લોકો કહે છે કે જોવા માટે ઘણી સહીઓ છે પરંતુ આ એક અલગ અને શ્રેષ્ઠ છે. ભારતીય પોલીસ સેવાના અધિકારી રૂપિન શર્માએ પણ આ તસવીર શેર કરી છે. તેણે લખ્યું, ‘યે તો સહી કા બાપ હૈ’. એક યુઝરે લખ્યું, ‘ડૉક્ટર સાહેબે એક્સ-રે પણ કાઢી નાખ્યો’.