દીકરા માટે માં બની ભગવાન, કીડની આપીને દીકરાને આપ્યું નવું જીવન – કહાની વાંચીને રોઈ પડશો..
માં એક એવો શબ્દ છે જે દુનિયામાં આવ્યા બાદ બાળક સૌથી પહેલા બોલે છે. માં એક દીકરા માટે ગમે તે કરવા માટે તૈયાર હોય છે. દીકરાના દરેક સુખ દુઃખમાં એક માં જ સાથ અને સહકાર આપે છે. માં તેના દીકરાને ખરાબ સમયમાં ક્યારેય એકલા હોવાનો અહેસાસ નથી થવા દેતી. એક માં તેના દુનિયાના બધા જ દુખો સહન કરીને તેના દીકરાને દુનિયાની બધી જ સુવિધાઓ આપે છે. એવામાં સોશિયલ મીડિયા પર એક કિસ્સો હાલમાં ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે. જે સાંભળીને તમે પણ ભાવુક થઇ જશો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ‘હયુમન્સ ઓફ બોમ્બે’ એ આ કહાની શેર કરી છે. આ કહાની ઉત્તર પ્રદેશના રહેવાશી સૌરભની છે જે તમને ભાવુક કરી દેશે. સૌરભની માતા એ તેને કીડની આપીને નવું જીવન આપ્યું છે.
પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, જયારે મમ્મીની ઉંમર ૨૧ વર્ષ હતી ત્યારે મારો જન્મ થયો હતો. તે ભણેલ ન હતી તેથી તે ઇચ્છતી હતી કે મને તે બધું મળે જે તેને નથી મળી શક્યું. એવામાં તે ધ્યાન રાખતી કે એક પણ દિવસ મારે સ્કૂલમાં રજા ન પડે. પોસ્ટમાં લખ્યું છે કે માં એ મને તે બધા જ પુસ્તકો ખરીદીને આપ્યા જેની મારે જરૂર હતી. મારા ખાવા પીવાનું પણ ખુબ જ ધ્યાન રાખ્યું, પાપા મજુરી કરીને ઘર ચલાવતા હતા તો તે નક્કી કરી રહી હતી કે હું એક સારો વિદ્યાર્થી બનું અને મેં બી.એડ કરતા કરતા પોતાનું કોચિંગ સેન્ટર ચાલુ કર્યું.

સરભનો ધંધો સારો ચાલવા લાગ્યો જીવનમાં ખુશીઓ પણ આવવા લાગી પરંતુ કુદરતને તે મંજુર ન હતું એવામાં વર્ષ ૨૦૨૦ માં વિદ્યાર્થીઓએ તેને જણાવ્યું કે તેના ચહેરા પર સોજા આવવા લાગ્યા છે પરંતુ સૌરભે તેના વિશે વધુ વિચાર્યું નહિ. પરંતુ લાંબા સમય સુધી સોજો ન ઉતરતા સૌરભ હોસ્પિટલ ગયો અને ત્યાં તપાસથી જાણવા મળ્યું કે સૌરભની કીડની કામ કરતી નથી.

આ વાત સાંભળીને સૌરભને પણ વિશ્વાસ ન આવ્યો કેમ કે તે ખાવા પીવાનું હંમેશા ધ્યાન રાખતો અને ક્યારેય ખરાબ લત હતી નહિ છતાં તેને આ કેમ થયું? ઘરની પરિસ્થિતિ પણ દુબળી હોવાથી માં બાપ પણ ખુબ જ પરેશાન હતા. ડોકટરે તેને કીડની બદલવા કહ્યું પરંતુ કોઈ કીડની આપે તેવો દાતા મળ્યો નહિ. એવામાં તેને વિચારવામાં જ એક વર્ષ કાઢી નાખ્યું પરંતુ સૌરભની આ હાલત જોઇને તેની માતાએ કહ્યું કે ‘શું હું મારા દીકરા માટે આટલું ન કરી શકું??’
View this post on Instagram
એવામાં એક વર્ષ બાદ વર્ષ ૨૦૨૧માં તેને સગા સંબંધીઓ પાસેથી ઉધારી લીધી અને સર્જરી માટે અંદાજે ૮ લાખનો કર્જો કરી નાખ્યો. મનમાં વિશ્વાસ હતો કે બધું ઠીક થઇ જશે એવામાં ૮ કલાક સુધી સર્જરી ચાલી અને ઓપરેશન સકસેસ થઇ ગયું. સૌરભે કહ્યું કે ઓપરેશનના થોડા સમય પછી તે પોતાની માતાને મળ્યો ત્યારે તેની માતાની હાલત તેનાથી જોવાતી ન હતી. જો કે બે અઠવાડિયામાં બંને પહેલા જેવા જ સ્વસ્થ થઇ ગયા. લોકોને આ કહાની ખુબ જ પસંદ આવી રહી છે. લોકો આ કહાની સાંભળીને ભાવુક થઇ રહ્યા છે.