નાના બની ગયા મુકેશ અંબાણી, દીકરી ઈશાએ આપ્યો જુડવા બાળકોને જન્મ….જુઓ ફોટા

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે ફરી કિલકિલાટ ગુંજ્યો છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો છે. ખુદ અંબાણી પરિવારે આ વાતની જાહેરાત કરી છે. જુડવા બાળકોમાંથી એક બાળક અને એક બાળકી છે અને હાલમાં બંને એકદમ સ્વસ્થ છે.

Image Credit

જુડવા બાળકમાં એક બાળક છે જેનું નામ કૃષ્ણા રાખ્યું છે અને દીકરીનું નામ આદિયા રાખ્યું છે. જણાવી દઈએ કે ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે થયા હતા. પરિવારમાં એકસાથે બે નાના મહેમાનો આવવાથી અંબાણી પરિવારમાં ખુબ જ ખુશીનો માહોલ છે. હાલમાં જ થોડા સમય પહેલા ઈશા અંબાણીને પિતાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો રીટેલ કારોબાર સોપ્યો હતો.

Image Credit

તમને જણાવી દઈએ કે ઈશા અંબાણી અને આનંદ પિરામલ ના લગ્ન વર્ષ ૨૦૧૮માં થયા હતા. આનંદ પણ ધંધાદારી પરિવારમાંથી આવે છે. મૂળ રાજસ્થાનથી આવતા આનંદ પાસે રાજસ્થાનના જુન્જુનું જીલ્લામાં પીરમ્લ્સની કોઠીયો અને હવેલીઓ અને પેલેસ પણ છે. આનંદ તો પરિવાર ઘણા વર્ષોથી ધંધાકિત ક્ષેત્રમાં સંકળાયેલ છે.

Image Credit

જણાવી દઈએ કે ઈશા પારિવારિક જીવનની સાથે સાથે ધંધાકીય ક્ષેત્રમાં પણ પોતાનો હાથ અજમાવી રહી છે. થોડા મહિનાઓ પહેલા જ મુકેશ અંબાણીએ તેની દીકરીને એક મોટી જવાબદારી સોપી હતી જેને તે સારી રીતે મેનેજ કરી રહી છે. મુકેશ અંબાણીએ જયારે સંપતીના ભાગલા પાડવાની જાહેરાત કરી ત્યારે કહ્યું હતું કે સંપતિમાં દીકરા અને દીકરીને સરખો ભાગ મળશે. તેમજ હવે મુકેશ અંબાણી નાના બની ગયા છે અને લોકો તેને ખુબ જ સુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.