નીલમ કોઠારીની લવ લાઈટ ખુબ રસપ્રદ રહેલી છે – ગોવિંદા સાથે સગાઇ તૂટી પછી આ અભિનેતા સાથે સંસાર માંડ્યો

મિત્રો, એવુ કહેવામા આવે છે કે, પ્રેમીઓનો પ્રેમ છુપાવ્યે છુપતો નથી. પછી ભલે તે બોલિવૂડ જગત સાથે સંકળાયેલ કોઈ પ્રખ્યાત અભિનેતા અથવા અભિનેત્રી જ હોય. ત્યારે જો આપણે નીલમ કોઠારી ની વાત કરીએ તો તેમણે નાણા પડદાથી લઈને બોલીવૂડ ફિલ્મજગત સુધી પોતાનો શ્રેષ્ઠતમ અભિનય દેખાડ્યો છે. નીલમ કોઠારી એ સમીર સોની સાથે લગ્નના સાત ફેરા લીધા છે ત્યારે આ બંને નો પ્રેમ ખુબ જ લાંબા સમયથી દુનિયાની નજરથી છુપાયેલુ હતુ.

Image Credit

૯૦ ના દાયકાની આ અભિનેત્રીએ અભિનેતા સમીર સોની સાથે ૨૪ જાન્યુઆરી, ૨૦૧૧ ના રોજ લગ્ન કર્યા હતા. આજે પણ દરેક વ્યક્તિ તેની લવ સ્ટોરી જાણવા માંગે છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ બંને વચ્ચેનો પ્રેમ-પ્રસંગ નો સમયકાળ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે, આ બંને એકબીજાના પ્રેમમા કેવી રીતે પડ્યા અને બંનેના લગ્ન કેવી રીતે થયા?

Image Credit

નીલમ કોઠારી નો જન્મ ૯ નવેમ્બર, ૧૯૬૮ ના રોજ હોંગકોંગમા થયો હતો. તે એક ઉધોગપતિ ફેમીલીમા જન્મી હતી. તેમના જન્મ બાદ તેમની ફેમીલી બેન્ગકોકમા સ્થળાંતર થઇ. ત્યારે જો વાત તેના પતિ સમીર વિશે કરવામા આવે તો તેનો જન્મ ૨૯ સપ્ટેમ્બર, ૧૯૬૮ ના રોજ લંડનમા થયો હતો. તે ટેલીવિઝન જગત નો એક ખબ જ પ્રખ્યાત ચહેરો છે.

Image Credit

તેણે પોતાની કારકિર્દીની શરૂઆત સીરિયલ ‘સમંદર’ થી કરી હતી. જે વર્ષ ૧૯૯૫ મા આવી હતી, જેમા તે નેવલ ઓફિસર ની ભૂમિકા ભજવતો હતો. આ જ સમયે, નીલમે વર્ષ ૧૯૮૪ મા ફિલ્મ ‘જવાની’ થી બોલિવૂડ ફિલ્મજગતમા એન્ટ્રી કરી હતી. જો કે આ ફિલ્મ ફ્લોપ થઇ હતી પરંતુ, તેમા નીલમ ના અભિનય ની ખૂબ જ પ્રશંસા કરવામા આવી હતી.

Image Credit

ખુબ જ ઓછા લોકોને આ વાતની જાણ હશે કે, નીલમ અને સમીર બંનેના આ બીજા લગ્ન હતા. સમીરે વર્ષ ૧૯૯૬ મા નીલમ પહેલા રાજલક્ષ્મી ખાનવિલકર સાથે લગ્ન કર્યા હતા પરંતુ, આ લગ્ન લાંબો સમય ટક્યા નહી અને છ મહિના પછી જ બંને અલગ થઈ ગયા ત્યારે નીલમના પહેલા લગ્ન વર્ષ ૨૦૦૦ મા ઉદ્યોગપતિ ઋષિ સેઠિયા સાથે થયા હતા, જે યુ.કે. ના પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા. લગ્ન બાદ બંને દુબઈમાં રહેતા હતા પરંતુ, કોઈ અંગત કારણોસર આ સંબંધ પણ લાંબો ટક્યો નહિ એન થોડા મહિના પછી નીલમ દુબઈથી ભારત પરત આવી.

Image Credit

ત્યારબાદ તેણીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, “હુ પાસ્ટમા જીવતી નથી, મને વિશ્વાસ છે કે આવનાર ભવિષ્યમા મને મારો મિસ્ટર પરફેક્ટ અવશ્ય મળશે. તમે બધા મને રોમેન્ટિક કહી શકો છો પરંતુ, હુ જાણુ છુ કે, એક દિવસ મને મારો મિસ્ટર પરફેક્ટ ચોક્કસ મળી જશે. હુ ફક્ત યોગ્ય વ્યક્તિ અને સમયની રાહ જોઈ રહી છુ.

Image Credit

નીલમની વાતો જાણે સાચી પડી રહી હોય તેવુ લાગી રહ્યુ હતુ. જ્યારે તે સમીર ને પહેલીવાર મળી તેને પ્રથમ નજરમા જ સમીર સાથે પ્રેમ થઈ ગયો. આ બંનેની મુલાકાત એકતા કપૂરને કારણે થઇ હતી. આ દિવસોમા નીલમ એક મિત્ર સાથે એકતા કપૂરના નાટક પર પહોંચી અને ત્યારબાદ એકતાએ સમીર સાથે પરિચય કરાવ્યો.

Image Credit

સમિરે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જ્યારે એકતાએ તેની સાથે નીલમનો પરિચય કરાવ્યો ત્યારે નીલમે તેને ક્યૂટ કહ્યો પરંતુ, તેના શરમાળ સ્વભાવને લીધે તે ફક્ત ‘હાય’ કહીને ત્યાંથી ચાલ્યો ગયો. એક વર્ષ પછી તેઓ ફરી મળ્યા અને બંનેએ પોતાના હૃદયની વાત એકબીજાને જણાવી દીધી હતી. આ બંનેની કોલ્સ પર વાતચીત શરૂ થઈ અને પછી આ વાતો મુલાકાતોમા ફેરવાઈ. ડેટિંગ દરમિયાન બંનેએ દસ વાર એકબીજા સાથે બ્રેકઅપ પણ કર્યુ હતુ પરંતુ, તે બંને હંમેશાં એકબીજાને સમજતા હતા અને સંબંધને નવી તક પણ આપતા હતા.

Image Credit

નીલમ કોઠારી અને ગોવિંદા નુ નામ પણ ઘણાં વર્ષોથી એકસાથે જોડવામા આવતુ હતુ. બંનેએ લગભગ દસ ફિલ્મોમા સાથે કામ કર્યુ હતુ જેમાથી ૬ ફિલ્મ સુપરહિટ રહેતી હતી. એવુ કહેવામાં આવે છે કે, આ બંને જલ્દી જ લગ્ન કરવા જઇ રહ્યા હતા અને ગોવિંદાની માતા સુનિતાએ પણ તેમને પુત્રવધૂ તરીકે સ્વીકારી લીધી હતી પરંતુ, કોઈ કારણોસર બંનેનુ બ્રેકઅપ થઈ ગયું હતુ. એવુ કહેવાય છે કે, આ બંનેની સગાઈ પણ નક્કી થઈ ગઈ હતી.

Image Credit

જો કે, નીલમના જીવનમા સમીર નુ આગમન લખ્યુ હતુ. કદાચ આ જ કારણ હતુ કે, ગોવિંદા સાથે તેમનો સંબંધ અધૂરો રહ્યો. તમને જણાવી દઈએ કે સમીર ‘બિગ બોસ’ નો પણ એક ભાગ બન્યો હતો, ઘરની બહાર આવતાની સાથે જ બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું અને આખરે ૨૪ જાન્યુઆરી, ૨૦૧૧ ના રોજ બંનેએ લગ્ન કરી લીધાં. હાલ, તેમને એક પુત્રી પણ છે, જેને તેમણે દત્તક લીધી છે. આ બંનેએ પુત્રીનું નામ આહાના રાખ્યુ છે.

Image Credit

મિત્રો જો તમને આ આર્તિકા સારો લાગે તો આગળ શેર કરવાનું ભૂલતા નહિ….!!!

Leave a Reply