આ દિવસે થશે આલિયા અને રણબીરના લગ્ન, ફોઇ રીમા જૈનએ જણાવી વિગતો.
બૉલીવુડમાં હમણાં લગ્ન ઘણા થઈ રહ્યા છે. છેલ્લા થોડા મહિનાઓમાં ઘણા કપલ્સ એ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. પણ લોકોને જો કોઈ જોડીના લગ્ન જોવામાં રસ હોય તો તે લગ્ન છે બૉલીવુડની ક્યૂટ અભિનેત્રી આલિયા ભટ્ટ અને હેન્ડસમ હીરો રણબીર કપૂર. છેલ્લા ઘણા સમયથી તેમના લગ્નની ઘણી ચર્ચાઓ બનતી આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને જલ્દી જ લગ્ન કરવાના છે.
થોડા સમયથી આ સમાચાર સામે આવ્યા છે કે બૉલીવુડના આ લવબર્ડ્સ એપ્રિલમાં લગ્ન કરવાના છે. જો કે હજી સુધી આલિયા અને રણબીર તરફથી કોઈપણ ખુલાસો કરવામાં આવ્યો નથી. હવે આ બધી ચર્ચાઓની વચ્ચે જ રણબીર કપૂરની ફોઇ રીમાએ પ્રતિક્રિયા આપી છે.
રીમા જૈને તાજેતરમાં એક મીડિયા ગ્રુપ સાથે વાતચીત દરમિયાન એપ્રિલમાં થઈ રહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન અંગે મોટો ખુલાસો કર્યો હતો. રીમા જૈને કહ્યું, ‘મને આ સમય વિશે કંઈ ખબર નથી. બંને લગ્ન કરશે પણ ક્યારે થશે તે ખબર નથી. બંને જ્યારે લગ્ન કરવાનું નક્કી કરશે ત્યારે બધાને ખબર પડશે.
એટલું જ નહીં રીમાએ આગળ કહ્યું હતું કે, ‘હમણાં લગ્નને લઈને એવું કશું જ નથી. અમે લોકોએ કોઈ તૈયારી કરી નથી, તો લગ્ન આટલા જલ્દી થઈ શકતા નથી. જો આ બધી વાતો સાચી છે તો હું આ સાંભળીને હેરાન છું. લગ્ન થશે પણ ક્યારેય થશે એ મને ખબર નથી.’
તમને જણાવી દઈએ કે 27 માર્ચે પ્રખ્યાત બ્રાઈડલ ડ્રેસ ડિઝાઈનર બીના કન્નને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રણબીર અને આલિયા સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. ફોટોમાં આલિયાએ ક્રીમ કલરનો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે રણબીરે બ્લૂ કલરનો શર્ટ પહેર્યો હતો. આ કપલ ડિઝાઇનર સાથે પોઝ આપતું જોવા મળ્યું હતું. જો કે પોસ્ટ નેટીઝન્સની ટિપ્પણીઓથી ભરેલી હતી, તેઓએ પૂછ્યું કે શું તેઓ લગ્ન કરી રહ્યા છે. જ્યારે એક યુઝરે લખ્યું, ‘શું આ લગ્નની તૈયારી છે.’
તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયા જલ્દી જ ફિલ્મ ‘બ્રમ્હાશાસ્ત્ર’માં સાથે જોવા મળશે. હમણાં જ આ ફિલ્મના પહેલા ભાગની શૂટિંગ પૂરી થઈ છે. અલીયાએ બનારસ ઘાટ પર ફિલ્મના રેપઅપનો વિડીયો શેર કરી આ ગુડ ન્યૂઝ આપ્યા છે.
તેણે લખ્યું- ‘અમે ફિલ્મનું શૂટિંગ 2018માં શરૂ કર્યું હતું. અને હવે…આખરે…બ્રહ્માસ્ત્ર (ભાગ 1) પૂર્ણ થયું!! હું આ કહેવા માટે કેટલા સમયથી રાહ જોઈ રહ્યો છું? તે એક આવરણ છે!!! 9મી સપ્ટેમ્બર 2022ના રોજ થિયેટરોમાં મળીશું.’