બજારમાં દિલબર ગીત પર ડાન્સ કરતી હતી યુવતી, પાછળથી આવીને રીક્ષા ડ્રાઈવરે જે કર્યું…

સોશિયલ મીડિયાના આ સમયમાં અવારનવાર વિડીઓસ વાઈરલ થતા રહે છે. એકથી એક ધાસુ વિડીઓ લોકોને હસાવી હસાવીને પાગલ કરી દે છે. તો અમુક એવા પણ વિડીઓ આવે છે જેને જોઇને લોકો ભાવુક પણ થઇ જાય છે. આવો જ એક વિડીઓ હાલમાં ખુબ જ વાઈરલ થયો છે જેમાં એક સુંદર યુવતી દિલબર ગીત પર જબરદસ્ત કરી રહી છે.

Image Credit

જો કે વિડીઓ વાઈરલ થવાનું કારણ પણ અલગ જ છે, એવું નથી કે યુવતીએ સારો ડાન્સ કર્યો એટલે વિડીઓ વાઈરલ થયો છે પરંતુ તે જયારે રસ્તા પર દિલબર ગીત પર ડાન્સ કરી રહી હતી ત્યારે એક ઓટો રીક્ષાનો ડ્રાઈવર તેની સાથે જબરદસ્ત ડાન્સ કરવા લાગે છે અને તેના કારણે આ વિડીઓ ખુબ જ વાઈરલ થયો.

Image Credit

વિડીઓમાં તમે જોઈ શકો છો કે શાક બકાલા માર્કેટમાં લોકો ખરીદી કરી રહ્યા છે જ્યાં યુવતી ડાન્સ કરી રહી છે અને તેની સાથે રીક્ષા ડ્રાઈવર પણ ડાન્સ કરવા લાગે છે. જણાવી દઈએ કે પુરુષ માત્ર મોજ માટે આ યુવતી સાથે ડાન્સ કરી રહ્યો છે અને લોકોને પણ આ વિડીઓ ખુબ જ પસંદ આવી રહ્યો છે લોકો આ વિડીઓ પર જાત જાતની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

આ વિડીઓ ટ્વીટર પર ખુબ જ વાઈરલ થયો જેમાં ૩ લાખ જેટલા વ્યુઝ અને ૭ હજારથી વધુ લાઈક્સ મળી છે. લોકો પણ રમુજી કોમેન્ટ કરીને મોજ માણી રહ્યા છે. રીક્ષા ડ્રાઈવરની હરકતો પર લોકોને ખુબ જ હસવું આવ્યું અને આ વિડીઓ ખાસ તેના લીધે જ વાઈરલ થયો છે. તો મિત્રો તમને કેવો લાગ્યો આ વાઈરલ વિડીઓ??