વેડિંગ એનિવર્સરીના દિવસે અનુપમા અકા રૂપાલીએ શેર કર્યા પતિ સાથેનો ફોટો.

ટીવીની દુનિયામાં હમણાં અનુપમા શો ટોપ પર બનેલ છે. આ શોને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ સિરિયલની સ્ટોરી અને પાત્ર બધાને જકડી રાખે છે. અનુપમા શોની અભિનેત્રી રૂપાલી ગાંગુલી એ શોની મુખ્ય અભિનેત્રી છે. હમણાં જ રૂપાલી ગાંગુલીની લગનની વર્ષગાંઠ હતી. એ પ્રસંગે અભિનેત્રી એ સોશિયલ મીડિયા પર પોતાના પતિ સાથેનો એક સુંદર અને રસપ્રદ ફોટો શેર કર્યો હતો.

rupali ganguly with husband

અભિનેત્રીએ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં તેના પતિને લગ્નની વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર લખ્યું, ‘અમે એકબીજા સાથે એટલા સારા સંબંધો શેર કરીએ છીએ કે અમે માત્ર થોડી ક્ષણો માટે સાથે નથી રહેતા, અમે એકબીજાને હંમેશ માટે પ્રેમ કરીએ છીએ. હું જાણું છું કે આપણા જીવનમાં ગમે તેટલા ઉતાર-ચઢાવ આવે, તમે મારો સાથ નહિ છોડો. એટલા માટે અમે કાયમ એકબીજાની સાથે છીએ.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


આ સિવાય અનુપમાની રૂપાલી એ લગ્નની વર્ષગાંઠ માટે શુભેચ્છાઓ આપી હતી. આ ફોટોમાં રૂપાલી પોતાના પતિ સાથે દેખાઈ રહી છે. બંનેનો આ એક કેન્ડીડ ફોટો છે. રૂપાલી એ અશ્વિન આઠે લગ્ન કર્યા છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે આ કપલે વ્હાઇટ કલરની શર્ટ પહેરેલ છે. તેમણે ગોગલ્સ પણ પહેર્યા છે.rupali ganguly with husband

રૂપાલી ગાંગુલીની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેની તસ્વીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ 8 વર્ષ પહેલા એટલે કે 6 ફેબ્રુઆરી 2013ના રોજ અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર રુદ્રાંશ પણ છે. તેણે અશ્વિન વર્મા સાથે લવ મેરેજ કર્યા છે. લગ્ન પહેલા બંને એકબીજાને 12 વર્ષથી ઓળખે છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


રૂપાલીએ ફિલ્મ અભિનેત્રી છે જેણે આ અનુપમા શોથી ફરીથી ટીવી પર કમબેક કર્યું છે. અનુપમા શોમાં રૂપાલી ગાંગુલી સિવાય સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા પણ છે. આ શોની વાત કરી તો હમણાં જ રૂપાલી અને સુધાંશુના છૂટાછેડા થયા છે.

આણે લીધે સિરિયલમાં હમણાં રોમાંચ બનેલ છે. તમને જણાવી દઈએ કે રૂપાલી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેણે ઘણી સિરિયલમાં કામ કર્યું છે. તેમણે કોમેડી શો ‘સારાભાઈ vs સારાભાઈ’માં પણ કામ કરેલ છે.