બોયફ્રેન્ડ સાથે જોવા મળી સુહાના ખાન, કેમેરા સામે આવતા જ મોઢું લાગી છુપાવવા.

બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન અને ગૌરી ખાનઈ દીકરી સુહાના ખાન અવારનવાર લાઈમલાઇટમાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટો શેર કરીને પોતાના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતી હોય છે, ઘણીવાર સુહાના વિડીયો પણ શેર કરતી હોય છે એ વિડીયો ખૂબ વાઇરલ થતાં હોય છે.

હવે સોશિયલ મીડિયા પર સુહાના ખાનના કેટલાક ફોટો સામે આવ્યા છે અને આ ફોટોમાં તે કોઈ મિસ્ટ્રી બોય સાથે દેખાઈ રહી છે અને આ ફોટો હવે ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. બધા અંદાજ લગાવી રહ્યા છે કે સુહાનાએ આ યુવકને ડેટ કરી રહી છે? ચાલો તમને જણાવીએ સુહાના ખાનના આ ફોટો વિષે.

તમને જણાવી દઈએ કે સુખના ખાન સોશિયલ મીડિયા પર પોતાના ફોટો સિવાય પોતાની ગર્લ ગેંગ માટે પણ ઓળખાય છે. ઘણીવાર સુહાના ખાનના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ચૂકી છે આ ફોટોમાં તે પોતાની મિત્રો સાથે જોવા મળી હતી.

તે ન્યુયોર્કમાં હતી ત્યારે પણ ઘણી યુવતીઓ સાથે ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. એવામાં તે આ વખરે પહેલીવાર કોઈ યુવક સાથે જોવા મળી હતી તેના લીધે તેના વિષે ઘણી વાતો થઈ રહી છે.

suhana khan

હવે વાત કરીએ વાયરલ થઈ રહેલી તસવીરોની જેમાં સુહાના ખાન તેના ઘર ‘મન્નત’ની બહાર મિસ્ટ્રી બોય સાથે જોવા મળી હતી. વાયરલ થઈ રહેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે શાહરૂખ ખાનની દીકરી પાપારાઝીને જોતા જ પોતાનો ચહેરો છુપાવવા લાગે છે.

આ દરમિયાન સુહાના ખાન ચેકર્ડ શર્ટમાં જોવા મળી હતી. આ સાથે તેણે પોતાનો લુક પૂરો કરવા માટે તેના વાળ બાંધ્યા હતા, સુહાના ખાને પાપારાઝીને જોતાની સાથે જ પોતાનો ચહેરો છુપાવવાનું શરૂ કરી દીધું હતું.

suhana khan

તેની સાથે રહેલ તેનો મિત્ર પણ ફોટો પડાવવામાં રસ નહોતો તેમ તે પણ ચહેરો છુપાયેલ રાખતો હતો. હવે ચાહકો જાણવા માંગે છે કે સુહાના સાથે દેખાઈ રહેલ આ યુવક કોણ છે? તમને જણાવી દઈએ કે આની પહેલા સુહાના પોતાની ગર્લ ગેંગ સાથે જોવા મળી હતી. એવામાં હવે તે કોઈ યુવક સાથે દેખાઈ રહી છે તો ચાહકો વચ્ચે ઘણા સવાલ ઉઠી રહ્યા છે. જો કે એ ક્લિયર નથી કે સુહાના ખાન કોની સાથે હતી.

તમને જણાવી દઈએ કે, સુહાના ખાન ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ દરમિયાન, ઝોયા અખ્તરની આગામી ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના સેટ પરથી કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર લીક થઈ છે, જેમાં સુહાના ખાન સાથે શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર, અગસ્ત્ય નંદા અને જહાં કપૂર પણ જોવા મળે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાનની પ્રિય સુહાના ખાન, ખુશી કપૂર, અગસ્ત્ય નંદા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મુકવા જઈ રહી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે સુહાના વેરોનિકાની સ્ટાઈલમાં જોવા મળી રહી છે. જો કે આ ફિલ્મને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Filmy Guftagoo (@filmyguftagoo)

suhana khan