રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરવાવાળો વ્યક્તિ બની ગયો આઇએએસ ઓફિસર, ફ્રી વાઇફાઈથી ભણવાનું કર્યું પૂરું.

આપણે બધા જાણીએ જ છીએ કે સિવિલ સેવાની પરીક્ષા એટલે કે યુપીએસસીની પરીક્ષા એ બધી પરીક્ષામાં સૌથી અઘરી કહેવામાં આવે છે. આ પરીક્ષા એક ચક્રવ્યૂહ સમાન હોય છે. પણ આ વ્યક્તિએ કે જેનું નામ શ્રીનાથ છે તેણે આ પરીક્ષામાં કોઇની પણ મદદ લીધા વગર પાસ કરી લીધી.

લોકો આ પરીક્ષા પાસ કરવા માટે અનેક સારા ક્લાસીસમાં ભણવા માટે જતા હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે શ્રીનાથએ આ અઘરી પરીક્ષા કોઈપણ કોચિંગ વગર જાતે જ તૈયારી કરીને પાસ કરી હતી.

જ્યારે શ્રીનાથ યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા ત્યારે તે રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરી રહ્યા હતા. શ્રીનાથ મુન્નારના મૂળ રહેવાસી છે. તેમણે સૌથી પહેલા કેરળ પબ્લિક સર્વિસ કમિશન અને પછી યુપીએસસીમાં કામયાબી મેળવી.

શ્રીનાથના પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી. ઘરનું ગુજરાન ચલાવવા માટે તેમણે એનારકુલમ સ્ટેશન પર કુલીનું કામ કરવું પડ્યું હતું. પરિવારમાં એક શ્રીનાથ જ હતા જેમની કમાણીથી ઘર ખર્ચ ચાલતો હતો. વર્ષ 2018ની વાત છે, જ્યારે શ્રીનાથએ નિર્ણય કર્યો કે તે ખૂબ મહેનત થી એક મોટું પદ મેળવશે. જેનાથી તેમની કમાણી વધે અને તેમની દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ થાય. જેના પછી તેમણે સિવિલ સેવ પરીક્ષા આપવાનું વિચારી લીધું. પણ આર્થિક પરિસ્થિતિ સારી નહોતી તે તેમણે નદી રહ્યું હતું.

શ્રીનાથ પાસે એટલા પૈસા નહોતા કે તે કોઈ કોચિંગ સેન્ટરની ફી આપી શકે. તેમના મનમાં એ જ ચાલી રહ્યું હતું કે કોચિંગ વગર તે આ પરીક્ષા પાસ નહીં કરી શકે. આ કારણથી તેમણે KPSC ની તૈયારી શરૂ કરી. તેમણે રેલવે સ્ટેશન પર લાગેલ ફ્રી વાઇફાઈ વપર્યુ. તે પોતાના સ્માર્ટફોન પર આ વાઇફાઈથી પરીક્ષાની તૈયારી કરે છે.

જ્યારે પણ શ્રીનાથને કુલીના કામ માંથી સમય મળતો તો તે વધારાના સમયમાં ઓનલાઈન લેકચર સાંભળે છે. તેમણે પોતાની લગન અને મહેનતથી આ પરીક્ષામાં સફળતા મેળવી અને તેમને ભરોસો થઈ ગયો અને તે પછી ફ્રી વાઇફાઈની મદદથી યુપીએસસી પરીક્ષાની તૈયારી કરે છે અને સફળતા મેળવે છે.

શ્રીનાથ માટે આ પરીક્ષા પાસ કરવી એટલી સરળ હતી નહીં પણ તેના બુલંદ વિચાર અને હિમતથી બધી મુશ્કેલીઓ નાની થઈ ગઈ. તે સ્ટેશન પર લગાવવામાં આવેલ ફ્રી વાઇફાઈની મદદથી યુપીએસસીની તૈયારીમાં લાગે છે. કોઈપણ માટે કોચિંગ વગર યુપીએસસીની તૈયરી કરવી એ સરળ નથી હોતું પણ શ્રીનાથ સતત મહેનત કરે છે.

શ્રીનાથને પહેલા 3 પ્રયત્નમાં અસફળતા મળે છે પણ તેમ છતાં તે હારતા નથી અને ચોથી વાર પ્રયત્ન કરે છે અને પરીક્ષા પાસ કરી લે છે. અને તે આઇએએસ અધિકારી બની જાય છે. આઇએએસ અધિકારી બનીને શ્રીનાથ એ બધા માટે એક પ્રેરણારૂપ બને છે જે વિચારે છે કે ગરીબી વ્યક્તિને આગળ વધવા દેતી નથી.