સુરતનો યુવાન આ ધંધાથી દેશ-વિદેશમાંથી કરે છે કરોડોની કમાણી, ઉભી કરી 600 કરોડની કંપની…
અત્યારના સમયમાં આપના દેશના અને ખાસ કરીને આપણા ગુજરાતના ઘણા યુવાનો થોડા વધુ પૈસા કમાવવા માટે વિદેશોમાં સ્થિર થાય છે, લંડન, અમેરિકા, કેનેડા જેવા ઘણા દેશોમાં લોકો મજુરી કરવા પણ તૈયાર થઇ જાય છે. ભારત છોડીને વિદેશમાં હોટલ અને દુકાનોમાં કામ કરવા માટે પણ જાય છે. પરંતુ સુરતના આ એક યુવાને એવો ધંધો કર્યો કે તે દેશ વિદેશથી કરોડોની કમાણી કરી રહ્યો છે.

જો કે ઘણા સફળ લોકો એવું પણ માને છે કે ધંધામાં સફળ થવા માટે ભણવું કે ડીગ્રી હોવી જરૂરી નથી. આપણા દેશમાં ઘણા લોકો એવા છે જે ઓછું ભણેલા છે છતાં મોટા ધંધાઓ ચલાવી રહ્યા છે. કોઠાસૂઝથી આજે લોકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. આજ આપણે એક એવાજ યુવાનની વાત કરવાના છીએ જેને પોતાનો મગજ ચલાવીને દેશ વિદેશમાંથી ધંધો કરીને 600 કરોડની કંપની ઉભી કરી દીધી.

આપણે વાત કરવાના છીએ સુરતના યુવાન સતીશ હીરપરા વિશે જેની ઉંમર માત્ર 27 વર્ષ છે. અને તે ભણતરમાં નબળો હતો છતાં તેને ધંધામાં ખુબ જ રસ હતો. ભણતરમાં હોશિયાર ન હોવા છતાં સતીશે સિવિલ એન્જીનીયર પૂર્ણ કર્યું અને હાલમાં તેની કંપની 127 જેટલા દેશોમાં આયાત નિકાસ કરી રહી છે.

ગુજરાતી યુવાનને પહેલે થી જ પોતાનો ધંધો કરવાની ધગસ હતી જેથી તેને નાની ઉંમરે એક્સપોર્ટ ઈમ્પોર્ટનો ધંધો ચાલુ કર્યો. જણાવી દઈએ કે શરૂઆતમાં તેમને ખેતીને લગતી વસ્તુની આયાત નિકાસની શરૂઆત કરી. કંપનીમાં પહેલા માત્ર ૬૦ હજારની જ આવક થઇ હતી પણ સતીશ ધીમે ધીમે તેની બુદ્ધિનો ઉપાયોગ કરીને ધંધાને આગળ લાવતો ગયો અને કંપનીને 600 કરોડની બનાવવામાં સફળ રહ્યો.

સતીશની કંપનીનું નામ છે ઇવેગ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે વિશ્વના લગભગ તમામ દેશોમાં બધી જ વસ્તુઓની આયાત નિકાસ કરે છે. કરોડોની કમાણી સાથે ૨૭ વર્ષનો સતીશ ઘણા યુવાનોને રોજગારી પૂરી પાડે છે. સતીશ આ ધંધામાં સફળ થવા માટે યુવાનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન પણ પૂરું પડે છે.