તાંત્રિકના કહેવા પર જયારે યુવકે પોતાના જ ઘરમાં 50 ફૂટ ઊંડો ખાડો ખોદી દીધો અને પછી જે થયું…..

મિત્રો, હાલ હેરાનીની વાત થઇ રહી છે કે, જ્યા લોકો આજે ચંદ્ર અને તારાઓ પર જઇ રહ્યા છે, કેટલાક લોકો એવા પણ છે કે જેને તાંત્રિક બાબાઓના શબ્દો નુ પાલન કરીને તેઓ શુ કરે છે, તે જાણતા નથી. તેમને ખબર નથી હોતી કે, શુ સાચુ છે અને શુ ખોટુ? આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમને નવાઈ લાગશે નહીં. અહીં એક તાંત્રિકના કહેવા પર એક યુવકે પોતાનુ આખુ મકાન ખોદયુ હતુ..

Image Credit

તાંત્રિકે જણાવ્યુ હતુ કે, આ ખજાનો યુવાનના ઘરે દફનાવવામા આવ્યો છે. યુવકે તાંત્રિકની વાત માનીને ઘર ને ૫૦ ફૂટ સુધી ખોદયુ હતુ પરંતુ, તે કઈ મળ્યુ ના હતુ. આ ઘટના હમીરપુરની છે. આ જિલ્લાનો સુભાષ બજાર નો રહેવાસી સંદીપ તેની માતા અને ભાઈ સાથે રહે છે. લગભગ છ મહિનામા એક તાંત્રિક આવ્યો અને તેણે તેના ઘરની અંદર દફનાવવામાં આવેલ ખજાનો વિશે જણાવ્યું.

Image Credit

પછી શું હતું? સંદીપ પડોશીઓ સૂઈ જાય ત્યારપછી દરરોજ રાત્રે ઘરમાં ખોદકામ કરતો હતો. તેના ત્રણ ભાઈઓએ પણ તેને આવુ કઈ કરવા માટે મનાઈ કરી હતી પરંતુ, તેણે કોઈની વાત સાંભળી નહીં અને ઘર ખોદતાં રહ્યા. આ કામમાં તેની માતા લક્ષ્મી તેની સાથે હતી. તે છેલ્લા છ મહિનાથી સતત ખોદકામ તો હતો અને તેણે લગભગ પચાસ ફૂટ ઊંડુ ખોદકામ કર્યુ હતુ. એક દિવસ સંદીપ રાત્રે ખાડો ખોદતો હતો અને તે બહાર આવવા લાગ્યો ત્યારે તે તેમા અટવાઇ ગયો.

Image Credit

તેની ચીસોના કારણે આસપાસના લોકો એકઠા થઈ ગયા પરંતુ, જ્યારે લોકોએ ખાડાની ઊંડાઈ જોઇ લોકોના હોશ ઉડી ગયા. લોકોએ આ ખાડામા પોતાનો જીવ જોખમમા મૂકવો યોગ્ય ના માન્યો. આ વાત અંગે આસપાસના ફાયર સ્ટેશન પર જાણ થતા જ તુરંત ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ચાર કલાકની મહેનત બાદ તેને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. તે પછી તેની હાલત ગંભીર જણાતા તેને હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો.

Image Credit

જો આ માહિતી સારી લાગે તો આગ શેર જરૂર કરજો…!!

Leave a Reply