‘ધ કપિલ શર્મા શો’ના ચાહકો માટે ખરાબ સમાચાર, બંધ થઈ જશે શો કેમ કે.

કોમેડિયન કિંગ કપિલ શર્મા છેલ્લા કેટલાક દિવસથી ટ્રોલ થઈ રહ્યા છે. વાત એમ છે કે કપિલ શર્માએ થોડા સમય પહેલા રીલીઝ થયેલ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને પોતાના શો પર પ્રમોશન કરવાથી ના કહી હતી. તેને લીધે ઘણો વિવાદ સર્જાયો હતો. એના લીધે ટ્વિટર પર બૉયકોટ કપિલ શર્મા શો ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. આ વિવિયાદ જેમ તેમ પૂરો થયો તો હવે બીજી એક મુશ્કેલી કપિલ સામે આવી ગઈ છે.

જે લોકો વીકેન્ડ પર કપિલના કોમેડી શોની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ સમાચાર ખૂબ જ હ્રદયસ્પર્શી છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, કપિલ શર્માનો કોમેડી શો ટૂંક સમયમાં બંધ થઈ શકે છે.

તમે આ સાંભળીને ચોંકી જશો કે આનું કારણ બીજું કોઈ નહીં પણ કપિલ શર્મા પોતે છે. જો તમે કપિલના શોના બંધ થવાના સમાચારને કાશ્મીર ફાઇલ વિવાદ સાથે જોડી રહ્યા છો, તો જરા રાહ જુઓ… કારણ કે આ મામલો નથી પણ કંઈક બીજું છે. તો ચાલો તમને વિગતવાર જણાવીએ.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલ શર્માએ હમણાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં કપિલ લખે છે કે ‘વર્ષ 2022 માં usa અને કેનેડા ટુર વિષે ઘોષણા કરતાં મને ખૂબ ખુશી અનુભવ થઈ રહી છે. જલ્દી જ તમને મળીશું.’ તમને જણાવી દઈએ કે કપિલની આ કોમેડી ટુર 11 જૂનથી શરૂ થશે અને 3 જુલાઇ સુધી ચાલશે.

the kapil sharma show

કપિલ દ્વારા આ પોસ્ટ કરવામાં આવી ત્યારથી અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે કપિલ શર્મા શો થોડા સમય માટે બંધ થઈ શકે છે. જોકે, કપિલ શર્માએ પોતે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. જો કે, કપિલ શર્મા શોની નવી સીઝન સાથે ટૂંક સમયમાં ટેલિવિઝન પર પાછા ફરશે.

કપિલ સિવાય કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર અને અર્ચના પુરણ સિંહ ધ કપિલ શર્મા શોમાં લોકોનું મનોરંજન કરતા જોવા મળે છે.

kapil sharma