આરઆરઆર ફિલ્મે પહેલા દિવસે જ કરી દીધી કમાલ, હાઉસફુલ રહ્યા સિનેમાહોલ, અહીંયા દેખાડવામાં આવી અડધી જ ફિલ્મ..

ભારતમાં પૌરાણિક કથા કે ઐતિહાસિક ઘટના પર આધારિત ઘણી ફિલ્મો બની છે અને બનતી રહેશે. પરંતુ પૌરાણિક કથાને ઐતિહાસિક ઘટનામાં મિક્સ કરીને પડદા પર રજૂ કરી જાદૂ ચલાવી દેવાની કલા એક વ્યક્તિમાં છે જે છે એસએસ રાજામોલી. તેની ફિલ્મ તહેલકો મચાવી રહી છે.

તાજેતરમાં જ રાજામોલીની ફિલ્મ આરઆરઆર રિલીઝ થઈ છે. રાજામોલીની આ પહેલાની ફિલ્મ બાહુબલી મહાભારતની એક ઝલક હતી જ્યારે ફિલ્મ આરઆરઆર રામાયણની ઝલક દેખાડે છે.

સિનેમાઘરમાં આરઆરઆર જોવા માટે લોકોની લાઈનો લાગી રહી છે. લોકો આ ફિલ્મ જોવા માટે વધારે પૈસા પણ ચુકવી રહ્યા છે પરંતુ આ વચ્ચે એક એવું થિયેટર ચર્ચામાં છે જ્યાં દર્શકોને માત્ર ફર્સ્ટ હાફ દેખાડવામાં આવ્યું છે. આવું શા માટે હતું તેનું કારણ પણ જાણીએ.

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના સિનેમાર્ક થિયેટરમાં આવું થયું છે. અહીં શુક્રવારે ફિલ્મ આરઆરઆર દેખાડવામાં આવી હતી. પરંતુ સિનેમાઘરમાં અડધી ફિલ્મ દેખાડી બંધ કરી દેવામાં આવી.

આવું પહેલીવાર થયું કે આ રીતે ફિલ્મ અડધી જ દેખાડવામાં આવી હતી. આ બાબતે ક્રિટિક્સ અનુપમા ચોપડાએ ટ્વીટ કરી જાણકારી આપી હતી.

અનુપમાએ જણાવ્યું હતું કે સિનેમાર્ક થિયેટરમાં ફિલ્મનો ફર્સ્ટ હાફ દેખાડ્યો પણ બીજો નહીં. કારણ કે થિયેટરને આને દેખાડ્યું નહીં લાગે છે મેનેજરને આ ઈંસ્ટ્રકશન નથી મળ્યા કે ફિલ્મમાં ઘણું બાકી છે. કહેવામાં આવ્યું છે કે ટેકનિકલ ઈસ્યુ છે જેથી ફિલ્મનો સેકન્ડ હાફ દેખાડી શકાય એમ નથી.

25 માર્ચે આ ફિલ્મ રિલીઝ થઈ છે અને એક દિવસ પહેલાથી ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ફિલ્મની ટિકિટનું એડવાન્સ બુકિંગ રેકોર્ડ બ્રેક થયું હતું. માત્ર સાઉથ ફિલ્મોનું નહી પરંતુ આરઆરઆર બોલિવૂડની ઘણી ફિલ્મોને આ મામલે માત આપી રહી છે.

ફિલ્મની રિલીઝ પહેલા જ 2 લાખ ટિકિટ વેચાઈ છે. ફિલ્મ રિલિઝ થઈ તે પહેલા 6 કરોડનો કારોબાર કરી ચુકી હતી.

ફિલ્મને લઈને ઘણા સમયથી બઝ છે. ફિલ્મ રિલીઝ થઈ છે પરંતુ જોવાનું રહ્યું કે તે લોકોની આશા પર કેટલી ખરી ઉતરે છે. આર આર આર ફિલ્મની પહેલા દિવસની કમાણી 18 કરોડ રહી હતી. આ ફિલ્મ ભારત સહિત અમેરિકા, કેનેડા અને યુએસએમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે.