અહિયાં મંદિરમાં લાગી ખૂબ લાઈનો, નંદી મહારાજ કરી રહ્યા છે જળ-દૂધ ગ્રહણ.

તમે પણ તમારી આસપાસના મંદિરમાં થતાં ઘણા ચમત્કાર વિષે જાણ્યું હશે અથવા તો ઘણીવાર તમે એ ચમત્કાર વિષે સાંભળ્યું પણ હશે ઘણી એવી વાતો હોય છે જેની પર વિશ્વાસ કરવું બહુ મુશ્કેલ બને છે. હમણાં જ મધ્યપ્રદેશના એક શહેરમાં અમુક એવા જ ચમત્કાર જોવા મળે છે.

વાત એમ છે કે મધ્યપ્રદેશમાં એકવાર ફરીથી મૂર્તિઓને જળપાન કરાવવાના સમાચાર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જેવી દેવી દેવતાઓના જળ પીવાના સમાચાર સામે આવ્યા તો એ પછી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી ગઈ છે.

તમને જણાવી દઈએ કે ઘણા વર્ષ પહેલા પણ આખા દેશમાં આવા સમાચાર આવ્યા હતા અને જેને લીધે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. તમને જણાવી દઈએ કે આમાં લોકોની આસ્થા પર વિશ્વાસ રાખવાને કરણએ જ ચમત્કાર થતાં જોવા મળે છે પણ અમુક એવા લોકો પણ છે જે આને અંધવિશ્વાસ માને છે. બીજી બાજુ ઘણા લોકો આની પાછળ વૈજ્ઞાનિક કરણ છે એવું પણ કહી રહ્યા છે.

મધ્યપ્રદેશના ઈન્દોર અને ખંડવામાંથી મૂર્તિઓ દૂધ પીતી હોવાના સમાચાર સામે આવતા જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ ચમત્કાર જોવા માટે લોકો મોટી સંખ્યામાં મંદિરોમાં પહોંચી રહ્યા છે. છેવટે, તેની પાછળ કેટલું સત્ય છે તે જાણવાની ઉત્સુકતા સાથે લોકો મોટી સંખ્યામાં મંદિરોમાં પહોંચી રહ્યા છે.

ઈન્દોરના મલ્હારગંજ, સુખલિયા ગામ અને ધાર રોડના મંદિરોમાં સૌથી વધુ ભીડ જોવા મળી રહી છે. ધાર રોડના હરિ ઓમ નગર સ્થિત નૈના દેવી મંદિરમાં નંદી મહારાજની પ્રતિમાને જળ ચઢાવવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ઘણા લોકો માને છે કે આ ભગવાનનો ચમત્કાર છે. સાથે જ લોકો તેને અંધશ્રદ્ધા પણ કહેતા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે માલવા એ નિમાડ ક્ષેત્રના ઘણા શહેરમાં આ પ્રકારના સમાચાર સાંભળવા મળી રહ્યા છે મંડસોર જિલ્લામાં પણ ઘણા મંદિરમાં ભક્તોની બહુ ભીડ જોવા મળી છે. લોકોનું એવું કહેવું છે કે આ કોઈ અફવા નથી.

લોકો કહી રહ્યા છે કે મંદિરની અંદર એવું થઈ રહ્યું છે. નંદી મહારાજની પ્રતિભા જળ-દૂધ પી રહી છે. ચમચીમાં પાણી ભરીને જ્યારે નંદી મહારાજ સામે પીવડાવી રહ્યા છે તો પાણી ધીરે ધીરે ગાયબ થઈ જાય છે.

તમને જણાવી દઈએ કે આ આખી પ્રક્રિયા મંદસૌર શહેરની બાફના જિનિંગ ગલીમાં આવેલા મહાદેવ મંદિરથી શરૂ થઈ હતી અને ટૂંક સમયમાં આખા જિલ્લામાં ફેલાઈ ગઈ હતી.

તે જ સમયે, જ્યારે શામગઢના બસ સ્ટેન્ડ સ્થિત શ્રી શિવ હનુમાન મંદિરમાં નંદી મહારાજની પ્રતિમાનું પાણી પીવાની વાત ફેલાઈ, ત્યારે આ ચમત્કાર જોવા માટે મોટી સંખ્યામાં લોકો મંદિરે પહોંચ્યા હતા. ઘણા લોકોએ મુલાકાત પણ લીધી હતી.

મલ્હારગઢમાં પણ ચૌમુખેશ્વર મહાદેવ મંદિરમાં નંદીની મૂર્તિ પાણી પીવાના સમાચાર સામે આવતાં જ મંદિરમાં મહિલાઓની ભીડ ઉમટી પડી હતી. જિલ્લાના જ સુવાસરાના સીતામળના રાધા બાવડી મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.