ટીવી સુપરસ્ટાર બનતા પહેલા ૧૦ વર્ષ મોટી છોકરી માટે સુંદર પત્નીને તલાક આપેલો – વાંચો વિગત

સ્ટાર પ્લસ પર સૌથી પ્રખ્યાત થનાર શો “ક્યુકી સાસ ભી કભી બહુ થી” ફેમ અને ટેલીવિઝન ના જાણીતા અભિનેતા હિતેન તેજવાની એ હમણા જ પોતાનો ૪૫ મો જન્મદિવસ મનાવ્યો હતો. હિતેન તેજવાની એ પોતાના અભિનય ના કરિયર માં “ક્યુકી સાસ ભી કભી બહુ થી” ની સાથે સાથે “કસોટી જીંદગી કી” , “કુસુમ” અને “પવિત્ર રિશ્તા” જેવા શો માં પણ અભિનય કર્યો હતો.

Image Credit

હિતેન જેટલા પોતાના અભિનય ને લીધે ચર્ચા માં હોય છે તેટલા જ તે પોતાના ગૌરી પ્રધાન સાથે ના લગ્ન ને લીધે પણ ચર્ચિત રહે છે.આજના સમય માં હિતેન અને ગૌરી ને ટેલીવિઝન જગત નું સૌથી ક્યુટ કપલ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ગૌરી એ હિતેન ની બીજી પત્ની છે.આ બંને ની પ્રેમ કહાની ખુબ જ રસપ્રદ છે.આજે અમે તમને હિતેન થી જોડાયેલ ખાસ વાતો વિશે જણાવીશું.

પહેલા લગ્ન હતા સમસ્યા થી ભરેલા :

Image Credit

હિતેન તેજવાની પોતાના જીવન માં ખુબ જ સારા માણસ છે, પરંતુ તેમના પહેલા લગ્ન માં ઘણી બધી સમસ્યાઓ આવી હતી. હિતેન તેજવાની એ તેમના ઘર ના સભ્યો ના દબાવ માં આવી ને લગ્ન કર્યા હતા, પરંતુ તેમના આ લગ્ન વધુ સમય સુધી ચાલી ન શક્યા અને માત્ર ૧ વર્ષ પછી જ તેમનો તલાક થઇ ગયો હતો.

Image Credit

વર્ષ ૨૦૦૧ માં તેઓએ પોતાની પહેલી પત્ની ની સાથે સહમતી થી જ તલાક લીધો હતો. આમ તો હિતેન તેજવાની એ આ તલાક માટે પોતાને જ કારણ ગણાવ્યા હતા.

૧૯૯૯ માં થઇ હતી પહેલી મુલાકાત :

Image Credit

ગૌરી પ્રધાન ની સાથે હિતેન ની પહેલી મુલાકાત્ત વર્ષ ૧૯૯૯ માં મુંબઈ એરપોર્ટ માં થઇ હતી. આ બંને એક એડ ના શુટિંગ માટે બેન્ગ્લુરું જઈ રહ્યા હતા, પરંતુ આ બન્ને ને એ જાણકારી ન હતી કે તેઓ બંને એક જ એડ ના શુટિંગ માટે જઈ રહ્યા હતા.

૬ મહિના પછી હતી એડ ની શુટિંગ :

Image Credit

એડ ની શુટિંગ પણ લગભગ ૬ મહિના પછી એકતા કપૂર ના શો ના સેટ પર આ બંને ની બીજી મુલાકાત થઇ હતી, પરંતુ તેમની વચ્ચે માત્ર હાય હેલ્લો કરી ને તબિયત પૂછી હતી. ગૌરી થોડી રિજર્વ સ્વભાવ ની હતી એટલે તે વધુ વાત કરતી ન હતી. જયારે પણ બ્રેક હોય છે ત્યારે તે વાતો કરવા ને બદલે પુસ્તકો વાંચવા ને પસંદ કરતી હતી.

Image Credit

આ બંને ની જોડી ને લોકો એ ખુબ જ પસંદ કરી હતી. જેને લીધે એકતા કપૂર એ પોતાની ઘણી બધી સીરીયલ માં આ બંને ને એક સાથે લીધા હતા.

વર્ષ ૨૦૦૪ માં કર્યા લગ્ન :

Image Credit

વારંવાર એક સાથે કામ કરતા કરતા આ બંને એ એક બીજા ની નજીક આવી ગયા હતા અને એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા હતા. હિતેન અને ગૌરી લગભગ ૨ વર્ષ સુધી એક બીજાને ડેટ કરતા હતા. પછી વર્ષ ૨૦૦૪ માં બંને એ લગ્ન કરી લીધા હતા.

આજના દિવસે હિતેન અને ગૌરી એ એક બીજાની સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગૌરી પ્રધાન પોતાના પતિ હિતેન થી ૧૦ વર્ષ મોટી છે.

મિત્રો જો તમને આ લેખ સારો લાગે તો આગળ શેર જરૂર કરજો…!!

Leave a Reply