દેશભરમાં ભીષણ ગરમીના કારણે લૂ ફુંકાવાનું જોખમ, આ રીતે મેળવો લૂથી રક્ષણ

હાલ તો માર્ચ મહિનો પુરો નથી થયો તેવામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. દેશના મોટાભાગના રાજ્યોામાં ગરમી વધી રહી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં પણ તાપમાન ઝડપથી વધી રહ્યું છે.

રાજધાની દિલ્હીંમાં વધતી ગરમીથી લોકો પરેશાન છે. આવી જ હાલત પર્વતીય વિસ્તારની છે. અહીં પણ ગરમીની અસર દેખાઈ રહી છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન સહિત ભારતના ઘણા રાજ્યોમાં ગરમી વધી રહી છે.

તપતી ગરમીને ધ્યાનમાં રાખી સરકારે પણ એડવાઈઝરી જાહેર કરી લોકોને શરીરમાં પાણીની ઊણપ ન થવા દેવા સાવધાની રાખવા જણાવ્યું છે. વધતા તાપમાનના કારણે દેશના કેટલાક રાજ્યોમાં લૂ વસરી રહી છે. લૂ લાગવા પર ચક્કર આવવા લાગે છે. પરંતુ બેદરકારી દાખવવા પર લૂના કારણે મૃત્યુ પણ થાય છે.

શું છે લૂ

ઉત્તરી ભારતમાં ગરમીમાં ઉત્તર-પૂર્વ તેમજ પશ્ચિમથી પૂર્વ દિશામાં ચાલતી પ્રચંડ ઉષ્ણ તેમજ શુષ્ક હવા લૂ કહેવાય છે. આ પ્રકારની હવા મે તેમજ જૂન માલમાં જોવા મળે છે. આ સમયે તાપમાન 45 ડિગ્રી થઈ જાય છે. કોઈ જગ્યાઓએ તો તાપમાન 47 ડિગ્રી થઈ જાય છે. જેને ખતરાનાક શ્રેણીની લુ કહેવાય છે. ઉનાળામાં લૂ સામાન્ય વાત છે.

લૂના લક્ષણ

ઉનાળામાં લૂ સામાન્ય વાત હોય છે. તેમાં સાવધાની રાખવી જરૂરી છે. બહાર નીકળતી વખતે ધ્યાન રાખવામાં ન આવે તો આ સ્થિતિ ખતરનાક સાબિત થાય છે. લૂ લાગવાથી ડિહાઈડ્રેશન, લૂઝ મોશન, ઉલ્ટી, શરીરમાં પાણીની ઉણપ જેવી સમસ્યા થાય છે. તેવામાં તમે થોડી સાવધાની રાખી સ્વાસ્થ્યને સારું રાખી શકો છો.

લૂ લાગે તો શું કરવું

લૂથી બચવા માટે સૌથી જરૂરી છે શરીરમાં પાણીની કમી ન થવા દેવી. આવું થવા પર ચક્કર આવી શકે છે અને માણસ બેભાન પણ થઈ શકે છે. લૂ લાગે તે સૌથી પહેલા દર્દીને ઠંડી જગ્યાએ લઈ જવો. ત્યારપછી તેને પાણી પીવડાવવું અને શરીર પર ભીનું કપડું ફેરવવું. ત્યારપછી ગરદન પર કોલ્ડ પેકથી શેક કરવો. જો 30 મિનિટમાં દર્દીની હાલત સુધરે નહીં તો તેને તુરંત હોસ્પિટલ લઈ જવો.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે લૂથી બચવા માટે જ્યારે વધારે તાપમાન હોય ત્યારે બહાર નીકળવું નહી. આવી સ્થિતિમાં વધારે એક્ટિવિટી કરવાથી પણ બચવું. શરીરમાં પાણીની ઊણપ સર્જાવા ન દો. આલ્કોહોલ, શુગર અને કેફીનથી દૂર રહો. આ સમય દરમિયાન તેલ મસાલા વાળા ખોરાકથી બચો